લખનઉઃ કાનપુરના અત્તર વેપારી પીયૂષ જૈનના ઘરેથી ખજાનો મળવાનો સિલસિલો સોમવારે પણ યથાવત રહ્યો હતો. કાનપુરમાં 180 કરોડ રૂપિયા જપ્ત થયા બાદ કન્નોજથી કરોડો રૂપિયા, 125 કિલો સોના અને અબજોની સંપત્તિના દસ્તાવેજ મળ્યા છે. ડીજીજીઆઈએ જણાવ્યું કે, પીયૂષ જૈનના ઘરોથી અત્યાર સુધી 194 કરોડ રૂપિયાથી વધુ કેશ જપ્ત થયા છે. હજુ ઓપરેશન જારી છે. તો કારોબારી પીયૂષ જૈનને 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. રવિવારે રાત્રે ધરપકડ કર્યા બાદ પીયૂષ જૈનને આજે રિમાન્ડ મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીએસટીની એક ટીમે પીયૂષ જૈનને સોમવારની સાંજે આશરે 4 કલાકે રિમાન્ડ મેજિસ્ટ્રેટ યોગિતા કુમારની કોર્ટમાં રજૂ કર્યો હતો. જીએસટી અધિકારી તેને કોર્ટમાં અંદર લઈ ગયા તો દરબાજા બંધ કરી દેવામાં આવ્યા અને બહાર સુરક્ષા કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જીએસટીના વિશેષ ફરિયાદી અધિકારી અંબરીશ ટંડને કોર્ટમાં તમામ દસ્તાવેજ રજૂ કર્યા અને આરોપીના રિમાન્ડની માંગ કરી હતી. તેના પર બચાવ પક્ષના વકીલ સુધીર માલવીય તરફથી વિરોધ વ્યક્ત કરતા રિમાન્ડ નામંજૂર કરવાની અપીલ કરવામાં આવી હતી. બંને પક્ષની લાંબી દલીલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે વિશેષ ફરિયાદી અધિકારીની વાતથી સહમતિ વ્યક્ત કરતા પીયૂષ જૈનને 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી દીધો છે. પીયૂષ જૈને સ્વીકાર કર્યુ કે, ઘરેથી મળેલ રોકડ જીએસટી વગરના માલના વેચાણથી જોડાયેલી છે. 


આ પણ વાંચોઃ Health Index માં કેરલ ટોપ પર, અસમની સ્થિતિમાં સુધારો, જાણો ગુજરાત ક્યા નંબરે


કાનપુરથી લઈને દુબઈ સુધી પ્રોપર્ટી
દરોડા દરમિયાન રોકડ અને ગોલ્ડની સાથે મોટી સંખ્યામાં પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યા છે. અત્યાર સુધી કાનપુરમાં ચાર, કન્નોજમાં સાત, મુંબઈમાં બે, દિલ્હીમાં એક અને દુબઈમાં બે પ્રોપર્ટી સામે આવી છે. તેમાંથી મોટાભાગની સંપત્તિઓ પોશ વિસ્તારમાં ખરીદવામાં આવી છે. 


કરોડો રૂપિયા ઘરમાં પણ કરતો હતો બાઇકનો ઉપયોગ
જેના ઘરમાં કરોડો રૂપિયા હોય, તો ઓછામાં ઓછી બે-ચાર કાર હોવી સામાન્ય વાત છે, પરંતુ પીયૂષ જૈનનો હિસાબ અલગ હતો. પૈસાની ખબર બહાર ન પડે તે માટે સાધારણ રહેતો હતો. 15 વર્ષની જૂની ગાડી વેચીને હાલમાં નવી ગાડી લીધી હતી પરંતુ પીયૂષ બાઇકનો ઉપયોગ કરતો હતો. તેણે આલીશાન કોઠી બનાવી હતી પરંતુ તેની પાછળનું કારણ હવે સામે આવ્યું છે. નોટોને ભરવા માટે તેણે ઘરની સુરક્ષા પર મોટો ખર્ચ કર્યો હતો. ઘરની બાઉન્ડ્રીને ચારે તરફથી લોખંડના કાંટાની વાડથી ઘેરી પરંતુ એકપણ સીસીટીવી લગાવ્યા નહીં. ડીજીજીઆઈના અધિકારી તે સમયે ચોંકી ગયા જ્યારે તે બાઇકથી ઘરે આવ્યો હતો. એટલું જ નહીં બેન્ક ડિટેલ્સની તપાસમાં જાણવા મળ્યું કે અત્યાર સુધી પીયૂષની પાસે 15 વર્ષ જૂની ક્વાલિસ હતા. ત્યારબાદ તેણે ઇનોવા કાર ખરીદી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube