લખનઉ : યૂપીના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો બંગ્લો વિવાદ ફરીએકવાર સમાચારમાં છે. અખિલેશ યાદવે મીડિયા કર્મચારીઓને કહ્યું કે, જો કોઇ પત્રકાર તે જણાવે કે તે લોકો કોણ છે જેમણે મારા ઘર ખાલી કર્યા બાદ બંગ્લામાં ઘુસીને તોડફોડ કરી, તેમને 11 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. તોડફોડ મુદ્દે અખિલેશ યાદવે કહ્યું કે, સરકારી આવાસમાં સરકારી પરવાનગી વગર કોઇ પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું નહોતું. તેમણે કહ્યું કે, બંગ્લામાં જે કંઇ નિર્માણ કરાવાયું હતું. તેના માટે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA) પાસેથી અનુમતી લેવામાં આવી હતી. અખિલેશ LDAની પાસે નક્શાની કોપી મીડિયાને મોકલી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલેશે કહ્યું કે, 4 વિક્રમાદિત્ય બંગ્લામાં નિર્માણ મુદ્દે કેબિનેટની બેઠક થઇ હતી. કેબિનેટ પાસેથી મંજૂરી મળ્યા બાદ નિર્માણનું કામ કરાવવામાં આવ્યું હતું. અખિલેશે કહ્યું કે, જે ઘર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું, પરંતુ સરકારી ઘર હતું. મે ત્યાં કોઇ બિનકાયદેસર નિર્માણ નહોતું કરાવ્યું. ત્યાં જે કાંઇ કામ કરવામાં આવ્યું હતું તેનું NOCમે સરકાર અને તંત્રને સોંપી દીધું છે. લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જ્યારે નિર્માણ મુદ્દે NOC ઇશ્યું ક્રયું, ત્યાર બાદ જ અમે ત્યાં થોડું પરિવર્તન કરવામાં આવ્યું હતું. 

અખિલેશે તોડફોડને કાવત્રું ગણાવતા કહ્યું કે, જ્યારે મે બંગ્લો ખાલી કર્યો તો રાત્રે કેટલાક લોકો હથોડો લઇને તે બંગ્લામાં પહોંચ્યા. તે લોકોએ ત્યાં તોડફોડ કરી અને નામ મારૂ લેવાઇ રહ્યું છે. તેમણે મીડિયા કર્મચારીઓને જણાવ્યું કે જો તમે લોકો તેમના વિશે કંઇ પણ જાણતા હો તો અમને જણાવો અને તોમૈ બદલે ઇનામ સ્વરૂપે અમે તમને 11 લાખ રૂપિયા આપીશું. 

બંગ્લા વિવાદ મુદ્દે યોગી સરકાર પર હૂમલો કરતા અખિલેશે કહ્યું કે, તેમણે પોતાના મંત્રી અમારો ખાલી કરેલો બંગ્લો માંગી રહ્યા છે. તેઓ રાજનાથ સિંહ, કલ્યાણસિંહનો બંગ્લા નથી માંગી રહ્યા. તેમણે માત્ર અમારુ ઘર પસંદ આવ્યું. તેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે બંગ્લામાં કામ કોણે કામ કરાવ્યું હતું.