લખનઉ : ભાજપના ફાયરબ્રાંડ સાંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સલાહ આપી છે કે તેઓ સંઘની રાષ્ટ્રીયતા અને દેશભક્તિને સમઝવા માટે મોહન ભાગવતના કાર્યક્રમમાં ભાગ લઇ શકે. રાહુલની તરફથી આરએસએસની તુલનામાં મુસ્લિમ બ્રધરહુડ સાથે કરવા અંગે સાક્ષી મહારાજે કહ્યું કે, મને લાગે છે કે રાહુલ ગાંધી હોય કે બીજા દળના નેતા હોય સંઘની વિચારધારને સાંભળવા અને સમજવા માટે સંઘ પાસે જવું જ પડશે. ત્યાં જવાથી બે લાભ થનારા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે પદ્ધતીથી પોતાની વાત મુકી શકશો અને પદ્ધતીથી તમારી વાત સાંભળી પણ શકશો, તો જ તમને સમગ્ર વાત સમજમાં આવશે. આમંત્રણનો સ્વિકાર કરવો જોઇએ. ભાજપ સાંસદે કહ્યું કે, હવે રાહુલ ગાંધીને જુઓ મંદિર -મંદિર ફરી રહ્યા છે. શિવ ભક્ત બની રહ્યા છે. ક્યાંય જનોઇ દેખાડી રહ્યા છે. તમે જે કાંઇ પણ છો પરંતુ એકવાર સંઘના કાર્યક્રમમાં જરૂર જાઓ. ત્યાં તમારી વાત મુકો. હું ઇચ્છું છુ કે ભગવાન રાહુલ ગાંધીને સદ્ધબુદ્ધી આપે જેથી તેઓ આરએસએસનાં કાર્યક્રમમાં પહોંચી શકે. હજી પણ બે દિવસ બાકી છે. 

આ દેશમાં આરએસએસ જ એક માત્ર એવું સંગઠન છે જેણે દેશને જોડી રાખ્યો છે. જો આરએસએસ ન હોત તો દેશ ક્યારનો તુટી ચુક્યો હોત. આ દેશને તોડવાનું કામ તો કોંગ્રેસે કર્યું. આ દેશનાં 3 ટુકડા કરાવી દીધા. આરએસએસ માત્ર દેશને જોડવાનું કામ કરી રહ્યું છે. તોડવાનું નહી. સાક્ષી મહારાજે આશા વ્યક્ત કરી કે ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ ચાલુ થઇ જશે. 

સાક્ષી મહારાજે કહ્યું કે, મારૂ રાજનીતિમાં આવવું મંદિરનાં કારણે જ છે. જો મંદિર નહી બને તો રાજનીતિમાં રહેવાનું ઔચિત્ય શું છે. 2019નાં લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્મણ ચાલુ થઇ જશે. જજને હું અપીલ કરીશ કે તેઓ ઝડપથી પોતાનો ચુકાદો સંભળાવે.તેઓ ઝડપથી અલ્હાબાદમાં મહાકુંભ યોજાવાનો છે. સાધુ સન્યાસી ફરી કોઇ નિર્ણય લેશે. કોઇ સ્થિતી બનશે. કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે, તેને તેમ જ છોડી શકાય નહી. 

સાક્ષી મહારાજે મહાગઠબંધનને એક ખાલી પુલાવ ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે, જેને મહાગઠબંધન કહેવામાં આવી રહ્યું છે તે મહાગઠબંધન છે. મહાગઠબંધન એક દેડકાઓનું જુથ છે જેને એક ત્રાજવે તોળી શકાય નહી. કોઇ મહાગઠબંધન બનવાનું નથી. માયાવતીએ પણ કહ્યું કે, સન્માનજનક સીટો મળશે ત્યારે વિચારસે. મારુ માનવું છે કે આ બને તે પહેલા જ મહાગઠબંધન તુટી જશે.