નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુરૂવારે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખીલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પોતાનાં પિતા મુલાયમ સિંહ યાદવ અને કાકા શિવપાલ યાદવ સાતે પારિવારિક ગઠબંધન પણ નથી નિભાવી શકતા તે ભાજપ વિરોધી ગઠબંધન બનાવવાની વાત કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ ભાજપ પ્રવક્તા ચંદ્રમોહને કહ્યું કે, જે વ્યક્તિઓએ તેને (અખિલેશને) આટલા મોટા પદ પર બેસાડ્યા, તેનાથી જ અખિલેશને ખતરો છે. આ વિચારસરણીનાં કારણે કે અન્ય કોઇ પણ દળ સાથે ગઠબંધન નહી કરી શકે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાયમને મંચ પરથી કહેવું પડ્યું કે નથી મળી રહ્યું સન્માન-ભાજપ
આજે અખીલેશની રાજનીતિમાં જે હેસિયત છે, તે તેનાં પિતા અને કાકાના કારણે જ જે કાંઇ પણ છે તે છે.તેમણે જ સપાની સ્થાપના કરીને પક્ષને આગળ વધાર્યો. પ્રવક્તાએ કહ્યું કે,અખિલેશ પોતાનાં પિતાથી પાર્ટીનું નેતૃત્વ છીનવ્યું અને હવે તેની ઘોર ઉપેક્ષા પણ કરી રહ્યા છે. પોતાનાં પુત્રના આવા કૃત્યોથીદુખી થઇને મુલાયમને જાહેર મંચ પરથી કહેવું પડ્યું કે આજે તેમનું કોઇ જ સન્માન નથી કરતા, કદાચ મર્યા બાદ  કરે. તેમણે કહ્યું કે આ નિવેદનથી સાબિત થાય છે કે મુલાયમ કઇ પીડાથી પસાર થઇ રહ્યા છે. મુલાયમ જ અખિલેશને રાજનીતિમાં લાવ્યા હતા અને પાર્ટીમાં તમામ મોટા નેતાઓને કિનારે કરીને મુખ્યમંત્રીની કુર્સી પર બેસાડ્યા હતા. 

અખિલેશ પોતાનાં પરિવારને હાશિયામાં ધકેલીને માયાવતીની સામે હાથ જોડીને ઉભા રહ્યા
ચંદ્રમોહને કહ્યું કે, ભાજપ વિરોધી ગઠબંધન કરવા માટે અખિલેશે બસપા સુપ્રીમો સામે સમર્પણ કરી દીધું છે. બસપાના શાસનકાળમાં મુખ્યમંત્રી રહેલા માયાવતીએ સપા સમર્થકો પર ઘણા જુલ્મો કર્યા હતા. આ જુલ્મનો વિરોધ કરવા માટે મુલાયમે સપાના કાર્યકર્તાઓની સાથે રસ્તા પર ઉતરવું પડ્યું હતું. અખિલેશે પણ પોતાનાં મુખ્યમંત્રી કાળ દરમિયાન પોતાનાં કથિત નિષ્ફળતાઓનું કારણ માયાવતીની સરકાર પર ઠોકી દીધું હતું. પ્રદેશ પ્રવક્તાએ કહ્યું કે, આજે અખિલેશ પોતાનાં પિતા અને કાકાને હાશિયામાં ધકેલીને માયાવતી સામે હાથ જોડીને ઉભા છે. તેમ છતા માયાવતી અખિલેશને ગંભીરતાથી નથી લઇ રહ્યા. તેમ છતા માયાવતીએ અખિલેશને ગંભીરતાથી નથી લઇ રહ્યા. તેઓ પોતાનાં નિવેદનમાં અખિલેશને રાજનીતિ રીતે અપરિપક્વ કહી ચુક્યા છે.