સપા કાર્યકર્તાઓ સાથે સામંજસ્ય કેળવીને પ્રચાર કરે કાર્યકર્તા: માયાવતીની બેઠક
બેઠકમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારનાં નામ પર ચર્ચા થઇ છે જો કે કોઇ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી
લખનઉ : બસપા સુપ્રીમો માયાવતીએ ગુરૂવારે પાર્ટી મુખ્યમથક પર પાર્ટીના લોકસભા પ્રભારીઓ તથા જોનલ કોઓર્ડિનેટરો સાથે બેઠક યોજી. ઉત્તરપ્રદેશમાં રાજ્ય તથા મન્ડલ સ્તરનાં વરિષ્ઠ પદાધિકારીઓ અને પાર્ટીનાં જવાબદાર લોકોની મહત્વની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટી ઉમેદવારો સાથે સાથે અન્ય જરૂરી રાજનીતિક અને ચૂંટણીનાં મુદ્દા પર ઉંડા વિચાર વિમર્શ કર્યા બાદ તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.
મુંબઇ: CST ફુટ ઓવર બ્રિજ ધરાશાયી, 3ના મોત 34 ઘાયલ
માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, તેઓ સપા કાર્યકર્તાઓ સાથે સામંજસ્ય બેસાડીને પ્રચાર-પ્રસારની તૈયારીઓ કરે. બેઠકમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારનાં નામ પર ચર્ચા થઇ જો કે કોઇ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી. બેઠકમાં કાર્યકર્તાઓને ચૂંટણી આચાર સંહિતાને કડકાઇથી પાલન કરવાનાં નિર્દે્શ પણ આપવામાં આવ્યો. બસપા સુપ્રીમોએ કાર્યકર્તાઓને 15 માર્ચે બસપાના સંસ્થાપક કાશીરામ અને 14 એપ્રીલે બાબા સાહેબ આંબેડકરની જયંતી સંપુર્ણ શાલીનતા સાથે ઘરે જ ઉજવવા માટે જણાવ્યું.
પશ્ચિમ બંગાળ: તૃણમુલને વધારે એક ઝટકો, અર્જુન સિંહ પણ ભાજપમાં જોડાયા
માયાવતીએ કાર્યકર્તાઓને સાવધાન કરતા કહ્યું કે, તે ક્યારે પણ ન ભુલવું જોઇએ કે સત્તાધારી ભાજપ અનેક હથકંડાઓનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવામાં વિશ્વાસ ધરાવે છે. ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ અને મધ્યપ્રદેશમાં બસપા-સપા ગઠબંધન વિશ્વસનીય વિકલ્પ બનીને આગળ વધી રહ્યું છે તથા સારા પરિણામો આવવાની સંપુર્ણ સંભાવના છે. ઇવીએમ પર પણ ખાલ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.