પ્રયાગરાજ : અલ્હાબાદ હાઇકોર્ટે અલ્હાબાદ જિલ્લાનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની વાતને પડકારનારી જનહીત અરજી મંગળવારે ફગાવી દીધી. જો કે કોર્ટે અરજીકર્તાને આ અંગે રાજ્ય સરકાર સમક્ષ વિરોધ પત્ર દાખલ કરવાની છુટ પ્રદાન કરી. કાર્યવાહક મુખ્ય ન્યાયાધિશ ગોવિંદ માથુર અને ન્યાયમૂર્તિ સી.ડી સિંહની પીટે આ તબક્કામાં અરજીકર્તા સુનીતા શર્માને કોઇ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કર્યો કારણ કે તેમણે પહેલા રાજ્ય સરકારનો સંપર્ક કરવા વગર જનહિત અરજી દાખલ કરીને સીધી કોર્ટ તરફ વલણ કર્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનાં ચુકાદાને પડકાર્યો
અરજીકર્તાને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાની વાતને પડકાર્યો હતો અને પોતાની અરજીમાં સરકારે તે આદેશને રદ્દ કરવા માટેની માંગ કરી હતી જેના દ્વારા જિલ્લાનું નામ બદલવામાં આવ્યું. સુનવણી દરમિયાન અરજીકર્તાનાં વકીલે આ મુદ્દાને પણ ઉઠાવ્યો કે અર્ધકુંભનું નામ ખોટી રીતે બદલીને કુંભ 2019 કરવામાં આવ્યું. 

જો કે કોર્ટે આ મુદ્દા અંગે પણ વિચાર કરવાની મનાઇ કરી દીધી અને અરજી ફગાવી દીધી કારણ કે અરજીકર્તાએ પોતાની અરજીમાં ન તો આ અંગે સંબંધમાં કોઇ પ્રાર્થના કરી હતી અને ન તો આ મુદ્દાને ઉઠાવતા રાજ્ય સરકારનો સંપર્ક કર્યો હતો.તેણે સીધી કોર્ટમાં જ અરજી કરી હતી.