કાનપુર : ઉત્તરપ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (ATS)ને એક મોટી સફળતા મળી છે. એટીએસની ગુરૂવાર સવારે કાનપુરથી આતંકવાદીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આતંકવાદી હિજ્બુલ મુજાહિદ્દીન સંગઠનનો સભ્ય છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદી ગણેશ ચતુર્થી પ્રસંગે એક મોટી ઘટનાને અંજામ દેવાની ફિરાકમાં હતો અને તે જ કાવત્રા હેઠલ આતંકવાદીઓને અહીં રેકી કરવા માટે મોકલવામાં આવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરપ્રદેશનાં ડીજીપી પી સિંહે જણાવ્યું કે, પોલીસે કાનપુરથીહિજબુલ મુજાહિદ્દીનનાં એક આતંકવાદીની ધરપકડ કરી છે. પકડાયેલો આતંકવાદીનું નામ કમરુ જમા છે. તેમણે જણાવ્યું કે, પોલીસને ગણેશ ચતુર્થીના પ્રસંગે આતંકવાદી ષડયંત્ર અંગે ગુપ્ત માહિતી મળી હતી. આતંકવાદીઓએ કાવત્રાનો પર્દાફાશ કરવા માટે યૂપી એટીએસ અને એનઆઇએની મદદ લેવાઇ અને કમરુ જમાની ધરપકડ કરવામાં આવી. 

આતંકવાદીને કાનપુરનાં ચકેરી પોલીસ સ્ટેશન એરિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીએ જણાવ્યું કે, કમરુ જમા અસમનાં નૌગાંવનો રહેવાસી છે. તેમની પાસે મોબાઇલ ફોન અને અન્ય શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત થઇ છે. આતંકવાદીનાં ફોનમાંથી કાનપુરના મંદિરોનાં વીડિયો પણ મળી આવ્યા છે. 

ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે, પુછપરછ પરથી જાણવા મળે છે કે આતંકવાદીઓ ગણેશ ચતુર્થીના પ્રસંગે મંદિરો પર હૂમલો કરવાનું કાવત્રું બનાવી રહ્યા છે. અને આ કાવત્રા હેઠળ જ કમરુ જમા રેકી કરવા માટે કાનપુર આવ્યો હતો. 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કમરુ જમાએ કાશ્મીરનાં કિશ્તવાડામાં આતંકવાદી હોવાની ટ્રેનિંગ લીધી હતી અને તે ચાર વર્ષ વિદેશમાં પણ રહ્યો હતો. તે ફિલિપિન્સ અને આયરલેન્ડમાં રહ્યો હતો. કાશ્મીરમાં ઓસામા નામના યુવકે તેને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. હિજબુલ સાથે જોડાયા બાદ તેણે પોતાનું નામ પણ બદલી દીધું હતું. આતંકવાદીનાં ફોન પરતી એતની એક તસ્વીર પણ મળી છે જેમાં કે AK47 સાથે ઉભેલો દેખાઇ રહ્યો છે. 



પોલીસે જણાવ્યું કે, કમરુ જમા એક ભણેલો ગણેલો નવયુવાન છે અને તેને કોમ્પ્યુટર વગેરે બાબતે ઘણી સારી માહિતી છે. તેનો એક પુત્ર છે. ડીજીપીએ જણાવ્યું કે, આ સફળતા માટે એટીએસની ટીમને પુરસ્કૃત કરવામાં આશે.