ગોડા : સપા પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રીઅખિલેશ યાદવે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગોડા આવ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે વાતચીતમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સંશોધિત એસસી-એસટી એક્ટ મુદ્દે સપા પ્રમુખે કહ્યું કે હું એટલું કહેવા માંગુ છુ કે કોઇની સાથે અન્યાય ન થવો જોઇએ.તેમણે ભાજપ પર હૂમલો કરતા કહ્યું કે, આ પાર્ટી કોઇને શાંતિથી રહેવા દેવા નથી માંગતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચાનક રાતોરાત નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો અને દેશનો દરેક વ્યક્તિ તેના કારણે પરેશાન થઇ ગયો. જનતા શાંતિથી રહે તે ભાજપને ક્યારે પણ પસંદ નથી આવતું. 

ભાજપ લોકોને પરેશાન કરવાના પ્રયોગો કરી રહી છે. 
અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ સમયાંતરે અલગ અલગ પ્રયોગો કરતી રહે છે. પહેલા નોટબંધીનોનો  એક્સપેરિમેન્ટ કર્યું અને દેશનાં દરેક વ્યક્તિને પરેશાન કર્યું. ફરી વિચાર્યું કે વેપારીઓને કેટલા પરેશાન કરવામાં આવી શકે તો તેમણે જીએસટી લાગુ કરી દીધું. જીએસટીનાં કારણે વેપારીઓ હજી પણ પરેશાન છે. પછી યુપીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સમાજને તોડવાનું એક્સપેરિમેન્ટ કર્યું અને સ્મશાન અને કબ્રસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. કુલ મળીને ભાજપ સમયાંતરે લોકોની સાથે મજાક કરતી રહે છે. 

હું મુદ્દાઓ પર સમર્થન કરું છું
તેમણે દેશની જનતાને અપીલ કરી કે તેઓ ભાજપની રણનીતિ અને ચાલમાં ન ફસાય. તેમણે કહ્યું કે જે કાંઇ પણ થઇ રહ્યું છે. તે ભાજપની સૌથી મોટી ચાલ છે. તમે લોકો આ ચાલમાં બિલ્કુલના ફસાઓ. કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આહ્વાન કરતા અઅખિલેશે કહ્યું કે હું કોઇ પાર્ટીમાં નથી પરંતુ મુદ્દાઓ પર સમર્થન કરુ છું. મોંઘવારી ચરમ પર છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાજપ તે અંગે ચર્ચા નથી કરવા માંગે છે. બીજી તરફ જ્યારે તેમના કાકા શિવપાલ યાદવના સમાજવાદી સેક્યુલર મોર્ચા સાથે જોડાયેલા સવાલ પુછાયો તો તેમણે તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું.