શિવપાલના સેક્યુલર મોર્ચાની રચના વચ્ચે મુલાયમ સિંહનો અખિલેશ પ્રેમ ઉભરાયો
આ ઘટનાથી ઉલટ શિવપાલ યાદવે દાવો કર્યો હતો કે મુલાયમસિંહનાં આશીર્વાદ તેમની સાથે છે
નવી દિલ્હી : સપામાં શિવપાલ યાદવ અને અખિલેશ યાદવની વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે પાર્ટીના સંરક્ષણ મુલાયમ સિંહ યાદવ અત્યાર સુધી ચુપકીદી સેવી રહ્યા છે. શિવપાલ યાદવના સેક્યુલર મોર્ચો બનાવ્યા બાદ પોતાની ચુપકીદી તોડતા મુલાયમ સિંહ યાદવ હવે અખિલેશ યાદવની સાઇકલ રેલીમાં પહોંચ્યા.
આ પ્રસંગે બોલતા મુલાયમ સિંહ યાદવને કહ્યું કે, મહિલાને વિશેષ આદર આપવામાં આવે, તે સપાનું લક્ષ્ય છે. નવયુવાનોને હવે તમારી પાસે જ આશા છે. જે પ્રકારે તમે સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર સંપુર્ણ છવાયેલો છે, દિલ્હી હોય કે લખનઉમાં સમગ્ર તેમનાં નેતાઓ ભ્રષ્ટાચારમાં ડુબેલા છે, પેસા કમાઇ રહ્યા છે, કોઇ એવું કામ ન કરતા કે કોઇ તમારા પર આરોપ લગાવી શકે. મધુર ભાષા પણ હોય.તમને આશીર્વાદ આપીએ છીએ કે આગળ જઇને સમાજવાદી પાર્ટીને મજબુત કરે. સપાને મજબુત કરવાથી દેશ, ખેડૂત અને નવયુવાન મજબુત થશે. દેશમાં 2 કરોડ બેરોજગાર છે. હું વડાપ્રધાનને પુછ્યું કે તમને કહ્યું હતું કે તમામને નોકરી આપશે. 15 લાખ આપશે પરંતુ તેમણે એક પણ રૂપિયા નથી આપ્યો.
મુલાયમ સિંહે કહ્યું કે, સપાની કરણી અને કથનીમાં કોઇ અંતર નથી. યૂપીમાં અમે બેરોજગારી ભથ્થુ આપ્યું. અમારી પાર્ટી જવાન રહેશે.. નવયુવાનોનાં હાથમાં રહેશે પાર્ટી. તેમણે અપીલ કરતા કહ્યું કે, વચન કરીને જાઓ કે યુપીમાં સરકાર બનાવશે અને દિલ્હીમાં પણ અમારો હિસ્સો તઇ જાય. ચૂંટણી જીતવી છે, સાંસદ બનાના છે. મહિલાઓને વધારે ટીકિટ આપવાની છે. મહિલાઓને ચૂંટણી લડાવો, પદાધિકારી બનાવો. અખિલેશને કહીશ કે દરેક કમિટીમાં મહિલા હોય. બ્લોકથી માંડીને ચૂંટણી સુધી મહિલાઓ સપામાં હોય. મહિલાઓનું પ્રમાણ 47% છે. તમે બધાને લઇને ચાલો. આ સાથે જ મુલાયમસિંહ યાદવે સપાને જીતાવવાની અપીલ કરી અને પોતાનું સમર્થન અખિલેશ યાદવને આપ્યું.
અખિલેશ યાદવ
આ પ્રસંગે અખિલેશ યાદવે કહ્યું કે, અમે સાઇકલ ચલાવવા માંગીએ છીએ. જંતર મંતરથી લડતા લોકો પોતાની વાત લડતા લોકો પોતાની વાત સરકાર સુધી પહોંચાડે છે. સાઇકલ ચલાવીને સપાને જગાવવા અને ઉત્સાહ આપવાનું કામ થયું છે. સામાજિક ન્યાય દેશની જરૂરિયાત છે. લોકશાહીમાં જો ન્યાયન મળે તો અમારે અવાજ ઉઠાવવો પડશે. આજે નેતાજીએ આવવાથી ઉર્જા મળી છે, તેની કલ્પના કરવામાં નહી આવે. નેતાજીની દરેક સલાહ અમે માનીશું. તેમની દરેક વાતો માનીશું. અડધી વસ્તીને અમે મુખ્યધારામાં લાવીશું. નેતાજી તો અમારા પર આરોપ નથી લગાવી શકતા, અમે તો અમારી પત્નીને લોકસભામાં મોકલી દીધા. સાઇકલનું હેન્ડલ અમે લોકોનાં હાથથી પકડ્યું એક પઇડુ બાબા ભીમરાવ આંબેડકરનું છે અને બીજુ લોહિયાજીનું છે. યુપીતી જ રસ્તો નિકળે છે દિલ્હીનો. એટલા માટે તેઓ યુપીમાં આવીને ચૂંટણી લડ્યા હતા.