બલિયા : ઉત્તરપ્રદેશમાં સતામાં રહેલી ભાજપની સહયોગી સુહેલદેવ ભારતીય જનતા પાર્ટી (સુભાસપા)ના અધ્યક્ષ અને રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર સતત ભાજપની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે બેઠક બાદ પણ ઓમપ્રકાશ રાજભર નિવેદનો આપવાનું બંધ નથી કરી રહ્યા. રાજભરે શનિવારે કહ્યું કે, લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે. રાજભરે જિલ્લાનાં રસડા ગામમાં આવેલ પોતાનાં ઘરે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે, કેન્દ્રની ભાજપે અનુસૂચિત જાતી-જનજાતી કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટી નાખ્યો. તે ઉપરાંત તેણે અન્ય પણ ઘણા વિવાદાસ્પદ પગલા પણ ઉઠાવ્યા છે. 
ચંદ્રશેખરની મુક્તિથી નારાજ છે રાજભર

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજભરે જણાવ્યું કે, જો ભાજપ સરકારની એવી જ કાર્યપદ્ધતી રહી તો આ પાર્ટીની આગામી લોકસભા ચૂંટણીમાં હાર નિશ્ચિત છે. ગોરખપુર, ફુલપુર અને કેરેના લોકસભા પેટા ચૂંટણીમાં તેના ભણકારા પણ વાગ્યા છે. ભાજપ જ્યારે એસસી-એસટી એક્ટના મુદ્દે સીમા લાંઘશે અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને મુક્ત કરશે તો લંકા દહન થવું નિશ્ચિત છે. 

સપાને નબળું પાડવા માટે શિવપાલને માથે ચઢાવી રહી છે ભાજપ
સપાએ અલગ થઇને સમાજવાદી સેક્યુલર મોર્ચાની રચના કરનારા પૂર્વ મંત્રી શિવપાલસિંહ યાદવને પૂર્વ મુખ્યમંત્રી માયાવતી દ્વારા ખાલી કરાયેલ સરકારી બંગલો ફાળવવામાં આવવા અંગે પુછાયેલા સવાલ પર જણાવ્યું કે, સપાને નબળું પાડવા માટે શિવપાલને આ આવાસ ફાળવવામાં આવ્યું છે.