બુલંદ શહેર હિંસા: VHPએ કહ્યું ગૌહત્યા રોકવામાં પોલીસ રહી નિષ્ફળ
વિહિપે કહ્યું કે, કોઇ પણ લોકશાહીમાં હત્યાને સ્થાન નહી, પરંતુ મીડિયા જે પ્રકારે આ ઘટનાને વિચારધારા અને સંગઠનો સાથે જોડી રહ્યું છે તેવુ કંઇ જ નથી
નવી દિલ્હી : બુલંદશહેર હિંસાનાં બે દિવસ બાદ વિશ્વ હિંદૂ પરિષદે બુધવારે આ ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી છે, સાથે જ આરોપ લગાવ્યો કે પોલીસે આ સમગ્ર વિસ્તારમાં બિનકાયદેસર ગૌહત્યા અટકાવવામાં નિષ્ફળ રહી. ઘટનાનાં બે દિવસ બાદ નિવેદન બહાર પાડીને વિહિપના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, કોઇ પણ લોકશાહીમાં હત્યાને કોઇ જ સ્થાન ન હોઇ શકે, પરંતુ જે પ્રકારે મીડિયાનાં એક જુથ દ્વારા તથ્ય તપાસ્યા વગર એક ખાસ વિચારધારાને દોષીત ઠેરવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તે ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. તેમણે કહ્યું કે, વિહિપ આ કાવત્રાને ક્યારે પણ સમર્થીત નથી કરતું. વિહિપ આ કાવત્રાની આકરી ટીકા કરે છે જે સ્વાર્થ સાધવાનાં ઉદ્દેશ્યથી પ્રેરિત લાગે છે.
ગૌહત્યાનાં મુદ્દે ટોળામાં રોષ હતો
વિહિપ નેતાએ કહ્યું કે, કૌહત્યાનાં કારણે ટોળામાં ગુસ્સો હતો. ગામના લોકો ધરણા પર બેસી ગયા અને ગૌહત્યાનાં ગુનેગારોની ધરપકડ સુધી ત્યાંથી નહી ઉઠવાની કસમ ખાધી. જૈને દાવો કર્યો કે તેઓ સ્થાનીક ગામના લોકો હતા અને તેમને કોઇ જ સંગઠન સાથે કોઇ જ સંબંધ નહોતો.
બુલંદશહેર જિલ્લાનાં સ્યાના વિસ્તારમાં થઇ હતી હિંસા
બુલંદ શહેર જિલ્લાના સ્યાના વિસ્તારમાં દક્ષિણપંથી કાર્યકર્તાઓ સહિત આશરે 400 લોકોનાં ટોળાએ સોમવારે પોલીસ સાથે ઘર્ષણ થયું. આ હિંસા નજીકના જંગલમાં ગાયનું હાડપિંજર પડ્યું હોવાની માહિતી મળવાથી દક્ષિણપંથી સમુહોનાં કાર્યકર્તાઓને આક્રોશિત થયા બાદ હિંસા ભડકી. આ હિંસામાં એક પોલીસ અધિકારી અને એક યુવકનું મોત નિપજ્યું હતું.
ગુસ્સે ભરાયેલા ટોળાએ આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોમાં આગ લગાવી દીધી હતી. ટોળામાંથી પોલીસ પર ગોળીબાર પણ થયો હતો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી. આ હિંસામા સ્યાનાનાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહ અને 20 વર્ષનાં ક યુવકનું મોત નિપજ્યું હતું.