લખનઉ : પેટ્રોલ અને ડીઝલની કિંમતો સાતમા આસમાને પહોંચી છે. જેના વિરોધમાં કોંગ્રેસે 10 ડિસેમ્બરે બંધનું આહ્વાહન કર્યું છે. ભારત બંધ પહેલા લખનઉમાં કોંગ્રેસના ઉત્તરપ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રકારે રાહુલ ગાંધીનું નામ આવ્યું રાજ બબ્બે હર હર મહાદેવના નારાઓ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ RSSના કાર્યક્રમમાં જોડવા અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, જશે કે નહી તે તો સમય જ કહેશે. 10 સપ્ટેમ્બર યોજાનાર ભારત બંધ મુદ્દે રાજ બબ્બરે કહ્યું કે, આ દેશની વધતી મોંઘવારીની વિરુદ્ધ લડાઇ છે. અમે બંધ માટે સંપુર્ણ તૈયાર છીએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બંધને સપા અને બસપા સમર્થન આપી રહ્યું છે ? આ સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે સપા અને બસપા પોતાની રીતે સરકારનો વિરોધ કરી રહ્યો છે. ગત્ત દિવસોમાં અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે તેમનું સમર્થન કોઇ દળને નહી પરંતુ મુદ્દાઓ પર છે. 



ભાજપ સરકાર પર પ્રહારો કરતા બબ્બરે કહ્યું કે, આ લોકોને જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે કોઇ જ લેવા દેવા નથી. તેમણે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક અંગે ટીપ્પણી કરતા કહ્યું કે, કાર્યકારિણીની બેઠકમાં મોંઘવારી, બેરોજગારી જેવા મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા જ નથી થઇ. રાફેલ મુદ્દે ચર્ચા ન થઇ. તેમને ક્યાલ છે કે તેઓ જનતાને આ મુદ્દે મેનેજ કરી શકશે, તેના પર ચર્ચા કરવી જરૂરી નથી. 

રાજ બબ્બરે તેમ પણ કહ્યું કે, જ્યારે સંરક્ષણ મંત્રી પોતાની પાર્ટી સાથે જોડાયેલા તમામ વિષયો પર પ્રેસ કોન્ફરન્સ કરે, પરંતુ દેશ સાથે જોડાયેલા રાફેલ સોદા મુદ્દે ચુપ છે તો સમજી લેવું જોઇએ કે દાળમાં જરૂર કંઇક કાળું છે. બીજી તરફ કોંગ્રેસી નેતા અજય માકને પણ કહ્યું કે, જો પેટ્રોલ - ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે છે તો તેની કિંમતમાં 15થી 18 રૂપિયા સુધીનો મોટો ઘટાડો થઇ શકે છે.