બલિયા : ઉત્તરપ્રદેશના ઉર્જામંત્રી શ્રીકાંત શર્માએ ગુરૂવારે કહ્યું કે, અનુસૂચિત જાતી અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમનો દુરૂપયોગ નહી થા અને ન તો કોઇનાં બિનજરૂરી ઉત્પીડન થવા દેવામાં આવશે. બલિયા જિલ્લાનાં પુરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત કરીને રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવેલા શર્માએ કહ્યું કે, ભાજપ સમ્માન તમામનું તથા અપમાન કોઇનું નહીના મંત્ર પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અનુસૂચિત જાતી અને જનજાતી અત્યાચાર નિવારણ અધિનિયમ મુદ્દે કોઇને પણ પરેશાન થવાની જરૂર નથી. ભાજપ સરકાર સુનિશ્ચિત કરશે કે આ કાયદાનો દુરૂપયોગ ન થાય તેની આડમાં રાજનીતિક દ્વેષ હેઠળ કોઇ પણ કોઇનું ઉત્પીડન ન કરી શકે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સમાજનાં તમામ વર્ગોનું સન્માન આપવા માટેનું પક્ષધર છે-શર્મા
શર્માએ જોર આપીને કહ્યું કે, આ કાયદા હેઠળ કોઇનું પણ બિનજરૂરી ઉત્પીડન નહી થવા દેવામાં આવે. સાથે જ કહ્યું કે,આ કાયદાનાં પ્રાવધાન હેઠળ અધિકારીઓ સુનિશ્ચિત કરશે કે કાયદાનો દુરૂપયોગ તથા કોઇનું બિનજરૂરી ઉત્પીડન ન થાય. તેમણે કહ્યું કે, ભાજપ સમાજનાં તમામ વર્ગો તથા દબાયેલા લોકોને સન્માન આપવા માટે પક્ષધર છે. કોંગ્રેસ, સપા અને બસપા પર આરોપ લગાવ્યો કે દળ લાંબા સમયથી જાતિ તથા ધર્મની રાજનીતિ દ્વારા દેશને વિભાજીત કરવા માટેનું કામ કરતા રહ્યા છે. 

વિરોધી દળ ફેલાવી રહ્યા છે અરાજકતા - ઉર્જામંત્રી
શર્માએ કહ્યુ કે, આ વિરોધી દળ હતાશ તથા નિરાશ છે તથા દેશની પ્રગતિ રોકવા માટે કાવત્રુ કરીને અરાજકતા તથા જાતીય હિંસા ફેલાવવા માટેનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં હવે ન તો જાતી કાર્ડ ચાલશે અને ન તો ધર્મ કાર્ડ. દેશમાં માત્ર વિકાસનું કાર્ડ ચાલશે. તેમણે કહ્યું કે, દેશમાં સપા,બસપા તથા કોંગ્રેસની દાળ ગળવાની નથી, કારણ કે 125 કરોડ લોકો મજબુત રીતે વડાપ્રધાન મોદી સાથે ઉભા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા ઉર્જા મંત્રીએ કહ્યું કે રાહુલ ખોટુ બોલવાનું મશીન છે તથા કોંગ્રેસ અસત્ય અને કાવત્રાની રાજનીતિ કરવા માટે જાણીતું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હતાશ છે કે તેના અધ્યક્ષ વિદેશમાં જઇને દેશને બદનામ કરવાના કાવત્રા ઘડી રહ્યા છે.