BHUમાં દલિતોને અનામત અપાય છે તો AMUમાં શા માટે નહી : યોગી
કોંગ્રેસે ગત્ત અઠવાડીયે હાપુડામાં ટોળા દ્વારા એક વ્યક્તિની હત્યા મુદ્દે યુપી સરકાર સામે સવાલો પેદા કરી દીધા હતા
લખનઉ : ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશમાં દલિતોની સાથે અન્યાયનો આરોપ લગાવનારા નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો કહી રહ્યા છે કે દલિતોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેમને પુછવા માંગુ છું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જમિયા મિલિયા યૂનિવર્સિટીમાં દલિતો માટે અનામતની વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવી. જ્યારે બનારસ હિંદૂ યૂનિવર્સિટી (બીએચયુ) દલિતો અને પછાત વિદ્યાર્થીઓ માટે અનામત આપી શકે છે, તો એએમયુ કેમ નહી.
યોગી આદિત્યનાથે કન્નોજમાં એક જનસભામાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા આ વાત કહી હતી. કોંગ્રેસે ગત્ત અઠવાડીયે હાપુડમાં ટોળા દ્વારા એક વ્યક્તિની હત્યા મુદ્દે યુપીની ભાજપ સરકાર પર સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપનાં રાજમાં દલિતો અને મુસ્લિમો સુરક્ષીત નથી. તેમનાં પર હૂમલાઓ વધી ગયા છે.
આ અંગે યોગીએ કહ્યું કે, કેટલાક લોકો ભડકાઉ ભાષણ આપીને વહેંચવાની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે, યુપી જ નહી પરંતુ કોઇ પણ પ્રદેશમાં દલિત અને મુસ્લિમો સાથે ક્યાંય પણ કોઇ ભેદભાવ નથી થઇ રહ્યો. પરંતુ મોદી સરકારે દલિતોને માત્ર વોટ બેંકથી વધારે કશું પણ નથી સમજ્યા
યુપીનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો કોઇ આધાર વગર દલિતોનાં હિમાયતી બની રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો કહી રહ્યા છે કે દલિતોની વિરુદ્ધ ભેદભાવ કરવામાં આવી રહ્યું છે, તેમને પુછવામાં આવવું જોઇએ કે તેઓ અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (એએમયૂ) અને જમિયા મિલિયા યૂનિવર્સિટીમાં દલિતો માટે અનામત ચાલુ કરશે ?
તેમણે આ મુદ્દાને ઉઠાવવા માટે તમામ દલિતોને ચિંતિન અને આહ્વાહન કર્યુંઅને તર્ક આપ્યો કે જો બનારસ હિંદુ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ દલિતો માટે અનામતની વ્યવસ્થા રાખી શકે છે તો મુસ્લિમ સંસ્થાઓ કેમ નહી. તેમણે કહ્યું કે, એક સવાલ એ પણ પુછવામાં આવવો જોઇએ કે આખરે દલિત ભાઇઓને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જમિયા મિલિયા યુનિવર્સિટીમાં પણ અનામતનો લાભ મળવો જોઇએ.
યોગીજીએ કહ્યું કે, દેશની અંદર કયા પ્રકારની સ્થિતીઓ છે, આજે તો ઇમરજન્સી થોપનારા લોકો પણ લોકશાહીની દુહાઇઓ આપી રહ્યા છે. જે જેટલો મોટો ભ્રષ્ટાચારી છે, તે સદાચારનું પ્રવચન આપી રહ્યો છે. જે જેટલો મોટો જાતીવાદી છે, તે સામાજિક ન્યાયની વાત કરી રહ્યા છે અને જે એટલા મોટા સાંપ્રદાયિકો છે તેઓ માનવતા વાદીઓ પર પ્રવચન આપી રહ્યા છે. આ વિરોધાભાસી સ્થિતીઓનો જવાબ આપવા માટેની તૈયારી કરવી પડશે, અન્યથા આપણે તેનાં મુક્તભોગી હઇશું.