માત્ર સમીક્ષા બેઠક જ નહી પરંતુ CMનાં દરેક કાર્યક્રમમાં મોબાઇલ પર લાગ્યો પ્રતિબંધ
યોગી આદિત્યનાથે મોબાઇલ ફોનને મોટો ખતરો માનતા તેને કેબિનેટ મીટિંગ બાદ સમીક્ષા બેઠકમાં પણ તેના પર પ્રતિબંધ લાદ્યો
લખનઉ : મોબાઇલ ફોનથી ડેટાહેકિંગ તથા જાસુસીનાં વધી રહેલા ખતરાથી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિ્તયનાથ ખુબ જ સતર્ક છે. યોગી આદિત્યનાથે મોબાઇલ ફોનને મોટો ખતરો ગણાવતા તેને કેબિનેટ મીટિંગ બાદ સમીક્ષા બેઠકમાં પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. બુધવારે ઉત્તરપ્રદેશનાં લેખપાલનાં લેપલોટ સહિતનાં તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બહાર મુકાવ્યા હતા. મળતી માહિતી અનુસાર માત્ર અધિકારીઓ જ નહી પરંતુ લેપટોપ લઇને આવેલા લેખપાલોનાં મોબાઇલ પણ બહાર રાખવામાં આવ્યા હતા.
આઠવલેનાં તુકબંધી ભાષણને સાંભળી PM મોદી અને રાહુલ હસી હસીને લોટપોટ થઇ ગયા
કેબિનેટની બેઠકમાં મોબાઇલ પર પ્રતિબંધ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યોગી આદિત્યાનથે કેબિનેટની બેઠકમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે કેબિનેટ બેઠકો દરમિયાન મંત્રીનાં મોબાઇલ ફોન નહી લાવે. કેબિનેટ બેઠક દરમિયાન હવે મંત્રીઓનાં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અગાઉ મંત્રીઓને મોબાઇલ ફોન લાવવા માટેની પરવાગની હતી. તેને સ્વિચ ઓફ અથવા તો સાઇલેન્ટ મોડ પર રાખવાનાં હતા.
દક્ષિણ આફ્રિકાના ધનકુબેર ગુપ્તા બંધુઓના પુત્રના ભવ્ય લગ્ન 'વિવાદમાં', બોલીવુડ સ્ટાર્સનો જમાવડો
Video: જીઆરપી કોન્સ્ટેબલે લાઇનમાં ઉભા રહેવા કહ્યું, બે યુવકોએ માર માર્યો
જો કે યોગી આદિત્યનાથ સરકારે હવે મહત્વનો નિર્ણય લેતા બહાર બેઠેલ એક વ્યક્તિ પાસે જ મોબાઇલ ફોન જમા કરાવવા માટે તમામ મંત્રીઓ અને અધિકારીઓને માહિતી આપી છે. ડેટા હેકિંગ અને મોબાઇલમાં રહેલા કેટલાક એપ થકી મોબાઇલ બંધ હોવા છતા પણ તેનાં કેમેરા અને માઇક સક્રિય રહેતા હોય છે. જેથી જાસુસીનાં ભયનાં પગલે યોગી આદિત્યનાથે પોતે જેમાં સંમેલીત હોય તેવી તમામ બેઠકોમાં મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક સાંધો પર પ્રતિબંધ લાદ્યો છે.