લખનઉ :યોગી મંત્રીમંડળમા બુધવારે મોટા ચેન્જિસ આવવાના છે. આ હેતુથી ગત મોડી રાતથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે કેબિનેટમાં નવા નામોને લઈને મંથન થયું છે. તેના બાદ સવારે 7 વાગ્યે રાજભવનમાં શપથ ગ્રહણ કરનારા મંત્રીઓનુ લિસ્ટ મોકલવામાં આવ્યું. મોડી રાત્રે બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનીલ બંસલે હાજરી આપી હતી. આ બેઠકમાં કેટલાક નવા નામ પણ ફાઈનલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 15-18 નવા ચહેરા મંત્રી બનશે.


મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંદાજે દોઢ વર્ષ બાદ થઈ રહેલા આ મંત્રી મંડળ વિસ્તારમાં કયા ધારાસભ્યોને મંત્રી પદ મળશે, તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. આ સાથે જ યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યનું કદ પણ વધી શકે છે. કેશવ પ્રસાદ મૌર્યને વધુ એક વિભાગની જવાબદારી મળી શકે છે. 


લોકસભા ઈલેક્શન બાદ યોગી મંત્રીમંડળમાં ત્રણ જગ્યા ખાલી પડી છે. જેમાં રીટા બહુગુણા જોશી, એસપી સિંહ બઘેલ અને સત્યદેવ પચૌરીના લોકસભા ઈલેક્શનમાં જીતીને સંસદ બન્યા છે. શપથ સમારોહ માટે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડબલ્યુડીની સાથે શહેરી વિકાસ મંત્રાલય પણ મૌર્ય પાસે આવી શકે છે. તો, સતીષ દ્વિવેદીને બેઝીક શિક્ષા વિભાગ મળી શકે છે. સંસદીય કાર્યનો પ્રભાર સુરેશ ખન્નાની પાસે રહેશે. તો સતીષ મહાના, ધર્મપાલ સિંહ અને મોતી સિંહના વિભાગ બદલવામાં આવી શકે છે.


વડોદરા : શહીદ સંજય સાધુનો દેહ ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લાવવામાં આવ્યો


કહેવામા આવી રહ્યું છે કે, કેબિનેટ રેન્ક માટે અનિલ રાજભર, ડો.મહેન્દ્ર સિંહ, સુરેશ રાણા, ઉપેન્દ્ર તિવારી, ભૂપેન્દ્ર ચૌધરી, નીકકંઠ તિવારી, ધર્મ સિંહ સૈનીની સાથે જ એક નવો ચહેરો તેમાં સામેલ થઈ શકે છે. તો બુલંદ શહેરથી અનિલ શર્મા, કાનપુર ક્ષેત્રથી નીલિમા કટિયાર, બલિયાથી આનંદ શુક્લ, સિદ્ઘાર્થ નગરથી સતીષ દ્વિવેદી, ચિત્રકૂટથી ચંદ્રેશ ઉપાધ્યાય અને બસ્તીતી શ્રીરામ ચૌહાણ મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત એક-એક નામ મૈનપુરી, કન્નૌજ અને બદાયુ લોકસભા ક્ષેત્રમાંથી પણ આવવાની શક્યતા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :