ચેન્નાઇ : દિલ્હીમાં ખેડુતોનાં પ્રદર્શનનું સમર્થન કરતા પ્રખ્યાત વૈજ્ઞાનિક એમ.એસ સ્વામીનાથને શુક્રવારે કહ્યું કે, 2007માં સંપ્રગ સરકારે રાષ્ટ્રીય ખેડુત નીતિ (NPF) અંગે કોઇ પગલું નથી ઉઠાવ્યું જેનાં કારણે ખેડુત આર્થિક રીતે મજબુત થઇ શકે. જ્યારે તેમનાં રિપોર્ટમાં ખેડૂતોનાં ઉત્થાન માટે અનેક સુચનો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારને ખેડૂતોનાં દુખ-દર્દનાં સમાધાન માટે મુલ્ય નિર્ધારણ, ખરીદ અને જાહેર વિતરણ પર ધ્યાન આપવું જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામીનાથને કહ્યું કે, દેવા માફીની માંગ ખેડૂતની હાલની લાભવિહિન પ્રકૃતીનાં કારણે પેદા થઇ છે અને તે તેવા તથ્યની માહિતી આપે છે કે વ્યવહારિકતા જેટલી ઉદ્યોગપતિઓ માટે મહત્વપુર્ણ છે, તેટલું જ ખેડૂતો માટે પણ મહત્વપુર્ણ છે. સ્વામીનાથને કહ્યું કે, ખેડૂત આંદોલન કૃષી અશાંતિનાં પુરાવા છે અને તેઓ (ખેડૂત) એવા નિષ્કર્ષ પર પહોંચી ગયા છે કે તાર્કિકતાથી નહી પરંતુ આંદોલનથી જ તેમની સમસ્યાઓનાં હોલ માટે પગલા ઉઠાવવામાં આવશે. 

મને અફસોસ છે કે ચૂંટણી રાજનીતિમાં દેવામાફી જેવા પગલાઓને મહત્વ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, ખેડૂતોની મુળભુત સમસ્યાઓથી માત્ર ત્યારે જ ઉકેલ મળી શકે છે જ્યારે મુલ્ય નિર્ધારણ, ખરીદી અને જાહેર વિતરણ અંગે સમગ્ર ધ્યાન આપવામાં આવે.કૃષી વૈત્રાનિકે કહ્યં કે, દુર્ભાગ્યથી 2007માં રાષ્ટ્રીય ખેડૂત નીતિ સંબંધિ રિપોર્ટ રજુ કરવામાં આવી હતી ત્યારે તે સમયની સરકારે કોઇ જ પગલા ઉઠાવ્યા નહોતા. 

એનપીએફનાં નીતિ લક્ષ્યોમાં ખેડૂતોની વિશુદ્ધ આવકમાં ઉલ્લેખનીય વધારો કરીને કૃષીની આર્થિક વ્યવહારિકતામાં સુધારાનો સમાવેશ થાય છે. 2007માં તત્કાલીન કોંગ્રેસ નીત સંપ્રગ સરકારે એનપીએફને મંજુર કરી હતી અને નીતિગત ફોર્મેટ સ્વામીનાથને તૈયાર કર્યું હતું. જે રાષ્ટ્રીય ખેડૂત પંચના અધ્યક્ષ હતા. સ્વામીનાથને કહ્યું કે, એનસીએફની ભલામણનાં આધાર પર કેન્દ્ર (મનમોહન સિંહ સરકાર) પહેલા જ કૃષી મંત્રાલયનું નામ બદલીને કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરી ચુક્યા છે. 

તેમણે કહ્યું કે, નામમાં આ પરિવર્તન કેન્દ્ર અને રાજ્યોમાં કૃષી મંત્રાલયોનાં મુખ્ય ઉદ્દેશ્યો અનુસાર ખેડૂત કલ્યાણ સંવર્ધન માટે નિર્ધારિત કાર્ય સ્વરૂપે પરિલક્ષિત હોવી જોઇએ. આંદોલન સંદર્ભે તેમણે આ વાતનો અફસોસ વ્યક્ત કર્યો કે જીવન પ્રદાન કરનારા ખેડૂતોને આર્થિક કારણોથી પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેમણે કહ્યું કે, હું આશા કરૂ છું કે આજનાં ખેડૂત મુક્તિ મોર્ચા કૃષી ક્ષેત્રમાં જાહેર નીતિનાં નિર્માનાં ઇતિહાસમાં નવો જ અને ઐતિહાસિક વળાંક લઇ આવશે.