Corona Update: દેશમાં 4 કરોડને પાર થઈ ગયા કોરોનાના કુલ કેસ, 50 લાખથી વધુ લોકો ત્રીજી લહેરની ઝપેટમાં
નવી દિલ્લીઃ છેલ્લાં બે વર્ષથી ભારત સહિત દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી કેટલાંય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પહેલી અને બીજી લહેર બાદ હવે કોરોનાની ત્રીજી લહેરમાં પણ અનેક લોકોને આ વાયરસે પોતાની ઝપેટમાં લીધાં છે. એજ કારણ છેકે, હાલ દેશભરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4 કરોડને પાર થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે 22 જૂન 2021ના કુલ કેસના મામલે 3 કરોડ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બીજી લહેર ઓછી થઈ રહી હતી. દેશમાં અત્યાર સુધી કોરોના (Corona Virus)ના કેસ 4 કરોડની પાર પહોંચી ચૂક્યા છે. દેશમાં ઓમિક્રોન (Omicron)ના કારણે ત્રીજી લહેર દરમિયાન છેલ્લા 3 અઠવાડિયામાં માત્ર 50 લાખ નવા કેસ નોંધાયા છે.
કોવિડ કેસના મામલે અમેરિકા બાદ દુનિયામાં ભારત બીજા નંબર પર છે. જણાવી દઈએ કે 22 જૂન 2021ના કુલ કેસના મામલે 3 કરોડ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બીજી લહેર ઓછી થઈ રહી હતી. તે લહેર દરમિયાન સૌથી ઝડપથી 1 કરોડ કેસ સામે આવ્યા, જ્યારે ગણતરી માત્ર 40 દિવસમાં 2 કરોડથી વધીને 3 કરોડ થઈ ગઈ. ત્યારે દૈનિક મોતમાં એક દિવસમામં 27 ટકાનો વધારો થયો. મંગળવારે 571 લોકોના મોત થયા. દેશમાં મંગળવારે લગભગ 2.87 લાખ નવા કેસ સામે આવ્યા.