નવી દિલ્હીઃ Uphaar Fire Tragedy : દિલ્હીની એક કોર્ટે 1997ના ઉપહાર અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ પૂરાવા સાથે છેડછાડના મામલામાં સોમવારે ચુકાદો આપતા વ્યવસાયી સુશીલ અંસલ અને ગોપાલ અંસલ અને અન્યને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે બંને અંસલ બંધુઓ પર 2.25 કરોડ 2.25 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માની અદાલતે આજે ઉપહાર અગ્નિકાંડના પૂરાવા સાથે છેડછાડના મામલામાં દોષી ઠેરવતા સુશીલ અને ગોપાલ અંસલને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે સુશીલ અને ગોપાલ અંસલ પર 2.25-2.25 કરોડ રૂપિયાનો ગંડ પણ ફટકાર્યો છે અને તેને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો છે. આ સિવાય કોર્ટે એક પૂર્વ કર્મચારી દિનેશ ચંદ્ર શર્મા અને બે અન્ય પીવી બન્ના અને અનૂપ સિંહને પણ સાત વર્ષની જેલની સજા ફટકારી અને ત્રણ-ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. 


જજે પોતાના ચુકાદામાં કહ્યુ કે, ઘણી રાત વિચાર્યા બાદ અદાલત તે ચુકાદા પર પહોંચી છે કે પાંચેય દોષીતો આકરી સજાના હકદાર છે. આ મામલામાં ચુદાકો સંભળાવ્યા બાદ જામીન પર બહાર ચાલી રહેલા પાંચેય દોષીતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 


ડ્રગ્સ કેસમાં નવો વળાંક, રેવ પાર્ટી પર કોંગ્રેસના મંત્રીએ કર્યો મોટો ખુલાસો  


મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 59 લોકોના મોત થયા હતા, જેમાં અંસલ બંધુઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેણે જેલમાં પસાર કરાયેલા સમયને ધ્યાનમાં રાખતા તે શરત પર છોડ્યા હતા કે બંને રાજધાની દિલ્હીમાં એક ટ્રોમા સેન્ટરના નિર્માણ માટે 30-30 કરોડ રૂપિયા દંડ તરીકે આપશે. સુનાવણી દરમિયાન બે અન્ય આરોપીઓ હર સ્વરૂપ પંવાર અને ધર્મવીર મલ્હોત્રાના મોત થયા હતા. 


ઉલ્લેખનીય છે કે દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં સ્થિત ઉપહાર સિનેમામાં 13 જૂન 1997ના બોર્ડર ફિલ્મના પ્રદર્શન દરમિયાન ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઉપહાર પીડિત સંઘ તરફથી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંઘે આ ચુકાદા પર સંતોષ વ્યક્ત કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube