ઈલેક્ટોરલ બોન્ડ પર સંસદમાં હંગામો, કોંગ્રેસે ગણાવ્યું `મોટું કૌભાંડ`
ઈલેક્ટોરલ બોન્ડ (Electoral bond)ને મોટું કૌભાંડ ગણાવતા કોંગ્રેસ(Congress) સહિત કેટલાક વિપક્ષી દળોએ આજે લોકસભા (Lok Sabha)ની કાર્યવાહી દરમિયાન આરોપ લગાવ્યો કે આ યોજનામાં `પારદર્શકતાની ઉણપ` છે અને તેમણે આ મુદ્દે સદનમાંથી વોકઆઉટ પણ કર્યું.
નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ (Electoral bond)ને મોટું કૌભાંડ ગણાવતા કોંગ્રેસ(Congress) સહિત કેટલાક વિપક્ષી દળોએ આજે લોકસભા (Lok Sabha)ની કાર્યવાહી દરમિયાન આરોપ લગાવ્યો કે આ યોજનામાં 'પારદર્શકતાની ઉણપ' છે અને તેમણે આ મુદ્દે સદનમાંથી વોકઆઉટ પણ કર્યું. સદનની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ આ મુદ્દે સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો છે.
કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM, હાઇકમાન્ડ આજે લગાવી શકે છે મોહર
ચૌધરીએ ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે કેન્દ્ર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે આ યોજના દ્વારા દેશને લૂંટવામાં આવી રહ્યો છે. આ ખુબ મોટું કૌભાંડ છે. આ એક ગંભીર મુદ્દો છે અને એટલે જ અમે સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો છે.
સત્તા પક્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ વિપક્ષમાં હતાં તો તેમણે સદનને ચાલવા દીધુ નહીં અને કોલસા બ્લોક ફાળવણીને લઈને યુપીએ સામે આરોપ લગાવ્યા હતાં.
કોંગ્રેસના સભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દે પ્રદર્શન કર્યું અને તેઓ લોકસભા અધ્યક્ષની સીટ સમક્ષ ભેગા થઈ ગયાં. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રદર્શન કરી રહેલા સભ્યોને પોતાની બેઠક પર જઈને બેસવા જણાવ્યું હતું અને આ મુદ્દાને શૂન્યકાળ સમયે ઉઠાવવાનું કહ્યું. તેમણે કહ્યું કે પ્રશ્નકાળ ખુબ મહત્વપૂર્ણ છે, કારણ કે તમામ સભ્યો પોતાના મુદ્દા ઉઠાવવા માંગે છે.
બિરલાએ ચેતવણી પણ આપી કે કોઈ પણ સભ્યએ સદનની વચ્ચે આવીને અધ્યક્ષ સાથે વાત કરવી જોઈએ નહીં. કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ(Manish Tiwari)મુદ્દાને શૂન્યકાળમાં ઉઠાવ્યો અને ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે સ્થગન પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube