Congress vs BJP: રાજ્યસભામાં આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર હંગામો મચી ગયો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ મુદ્દો ઉઠાવીને તેમની પાસે માફીની માંગણી કરી. તેમણે કહ્યું કે કાલે અલવરમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષણ આપ્યું હતું. જે ભાષાનો ઉપયોગ કરાયો તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, નિરાધાર વાતો કરી અને દેશ સામે જૂઠ્ઠાણું રજૂ કરવાની કોશિશ કરી, હું તેની નિંદા કરું છું, હું તેમની પાસે માફીની માંગણી કરું છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમણે (મલ્લિકાર્જૂન ખડગે) ભાજપ, સંસદ અને આ દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ જેમણે પૂર્ણ બહુમતથી ભાજપની સરકાર બનાવી. તેમણે (ખડગે) આપણને તેમની માનસિકતા અને ઈર્ષાની ઝલક દેખાડી. 


કિરણ રિજિજૂએ પણ આપ્યું નિવેદન
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આટલું નીચે જઈ શકે છે અને આ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરી શકે છે. તેમણે એક રાજકીય પક્ષના નેતા તરીકે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. આપણે દુશ્મન નથી, હરિફો છીએ, આ અરુચિકર, દુર્ભાગ્યપૂર્ણ અને બિનજરૂરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube