નવી દિલ્હી: ઉત્તર પ્રેદશના સીતાપુરમાં એક સરકારી ફરમાન હાલ કર્મચારીઓ માટે આફત બની ગયું છે. હકીકતમાં હાલના દિવસોમાં અહીં સોશિયલ મીડિયામાં એક એવી તસવીર વાઈરલ થઈ રહી છે કે જેમાં એક વ્યક્તિ ટોઈલેટની અંદર સ્ટૂલ પર બેઠો છે. હકીકતમાં તેઓ સીતાપુરમાં એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ ભગવતી પ્રસાદ છે. તેમણે આમ કરવાની જરૂર પડી કારણ કે તેમના વિભાગના ટોચના અધિકારીઓએ આદેશ આપ્યો છે કે તમામ કર્મચારીઓ પોતાના ઘરોમાં ટોઈલેટ હોવાનો પુરાવો આપે. હવે ભગવતી પ્રસાદ પણ પોતાના ઘરમાં ટોઈલેટ હોવાનો પુરાવો આપી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તસવીર સાથે તેમણે પોતાની તમામ જાણકારીઓ પણ આપી છે. એનડીટીવીના રિપોર્ટ મુજબ હકીકતમાં થોડા દિવસ પહેલા સીતાપુરના ડીએમ શીતલ વર્માએ પોતાના ઓફિસરોને નિર્દેશ આપ્યા કે તેઓ તમામ પોત પોતાના વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને કહે કે તેઓ પોતાના ઘર પર ટોઈલેટ ઉપયોગ કરે છે તેનો પુરાવો જિલ્લા પંચાયત ઓફિસરને મોકલે. તેમણે કહ્યું કે ઓક્ટોબર 2018 સુધી દેશમાં મોટાભાગના ગામડાઓ ખુલ્લામાં શૌચ મુક્ત થશે. એટલા માટે દરેક ઘરમાં ટોઈલેટ હોવું જરૂરી છે.


ડીએમના નિર્દેશ મુજબ જિલ્લાના તમામ સરકારી વિભાગોમાં કામ કરનારા કર્મચારીઓએ પોતાના ટોઈલેટના ફોટોગ્રાફ જિલ્લા પંચાયત અધિકારીને મોકલે, નહીં તો તેમને પગાર મળશે નહીં. એટલું જ નહીં તેમાં કહેવાયું કે 27 મે સુધીમાં તેઓ પોતાનો ફોટોગ્રાફ મોકલે નહીં તો સેલરી રોકી દેવામાં આવશે.


ભગવતી પ્રસાદ રાજ્યના સૌથી વધુ કર્મચારીઓવાળી શિક્ષા વિભાગમાંથી આવે છે. શિક્ષા અધિકારી અજયકુમારે વિભાગના તમામ કર્મચારીઓને પોતાની તસવીર મોકલવા જણાવ્યું. આ કડીમાં ભગવતી પ્રસાદે પોતાની તસવીરો મોકલી છે. જો કે બીજા અન્ય વિભાગોએ આ આદેશનો વિરોધ કર્યો છે. તેમણે આ આદેશને પાછો લઈ લેવા જણાવ્યું છે. જો કે હજુ સુધી એવું કઈ થયું નથી. આ મુદ્દે અજયકુમારે કહ્યું કે અમે આવું તાનાશાહીના કારણે નથી કરી રહ્યાં. એક પહેલ છે, જેનાથી દેશ જલ્દી ખુલ્લામાંથી શૌચ મુક્ત થઈ શકે.