Unified Pension Scheme: સરકારી કર્મચારીઓને UPSમાં કઈ રીતે જૂની પેન્શન યોજના કરતા વધુ ફાયદો? જાણો NPS, OPS કરતા કેટલી અલગ
હવે સરકારી કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે યુપીએસ અને ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ)માંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. જ્યારે કેટલાક રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) પણ લાગૂ છે. યુપીએસ, એનપીએસ અને ઓપીએસમાં શું અંતર છે તે પણ હવે તમે જાણી લો.
UPS Vs NPS Vs OPS: કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આ એક નવી યોજના છે જેને સરકારી કર્મચારીઓ માટે લાવવામાં આવી છે. આ સ્કીમને 1 એપ્રિલ 2025થી લાગૂ કરાશે. હવે સરકારી કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે યુપીએસ અને ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ)માંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. જ્યારે કેટલાક રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) પણ લાગૂ છે. યુપીએસ, એનપીએસ અને ઓપીએસમાં શું અંતર છે તે પણ હવે તમે જાણી લો.
UPS Vs NPS Vs OPS: 12 મહિનાના બેઝિક પગારનું 50 ટકા પેન્શન
યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) કેન્દ્ર સરકાર તરફથી લોન્ચ કરવામાં આવી છે. જે હેઠળ કેન્દ્ર સરકાર દવારા સરકારી કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે. સરકારી કર્મચારીના 25 વર્ષ નોકરી પીરિયડ બાદ રિટાયર થયા પછી તેને છેલ્લા 12 મહિનાના બેઝિક પગારના 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવશે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં એશ્યોર્ડ પેન્શનની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષ નોકરી કરે તો તેને ઓછામાં ઓછું 10 હજાર પેન્શન આપવામાં આવશે.
UPS Vs NPS Vs OPS: પરિવરજનોને મળશે 60 ટકા પેન્શન
યુપીએસમાં ફેમિલી પેન્શનની પણ જોગવાઈ છે. જો રિટાયર થયા બાદ કર્મચારીનું મોત થઈ જાય તો તેના પેન્શનનો 60 ટકા હિસ્સો પરિજનોને મળશે. યુપીએસમાં રિટાયરમેન્ટ પર વન ટાઈમ (ગ્રેચ્યુઈટીથી અલગ) રકમ પણ આપવામાં આવશે. તેની ગણતરી કર્મચારીના દર 6 મહિનાની સેવા પર મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10માં ભાગ તરીકે કરવામાં આવશે. યુપીએસમાં રિટાયરમેન્ટ બાદ પેન્શન વધારવાની પણ જોગવાઈ છે. જેને ઈન્ડેક્શન સાથે જોડવામાં આવ્યું છે. યુપીએસ ફક્ત સરકારી કર્મચારીઓ માટે છે. તેનાથી 23 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે.
UPS Vs NPS Vs OPS: ઓપીએસ, એનપીએસ કે યુપીએસ શેમાં વધુ ફાયદો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈશ્ણવે યુપીએસના ફાયદા અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેના આધારે અમે યુપીએસ, એનપીએસ અને ઓપીએસની સરખામણી કરી છે.
- યુપીએસ ફક્ત સરકારી કર્મચારીઓ માટે છે. જ્યારે એનપીએસ સરકાીર અને ખાનગી બંને ક્ષેત્રના કર્મચારીઓ માટે છે. ઓપીએસ પણ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે હતું.
- યુપીએસમાં છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50 ટકા રિટાયરમેન્ટ બાદ પેન્શન તરીકે આપવામાં આવશે. એનપીએસમાં રિટાયરમેન્ટ બાદ કોઈ ગેરન્ટેડ પેન્શનની જોગવાઈ નહતી. જ્યારે ઓપીએસમાં છેલ્લા બેઝિક પગારના 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવતું હતું.
- યુપીએસ અને ઓપીએસ એક સુરક્ષિત સ્કીમ છે જ્યારે એનપીએસ શેરબજારથી લિંક છે.
- યુપીએસમાં એનપીએસની જેમ જ પગારના 10 ટકા (બેઝિક અને ડીએ) કપાશે. જો કે તેમાં સરકારનું યોગદાન18.5 ટકા હશે જે પહેલા 14 ટકા હતું. ઓપીએસમાં કોઈ કાપ નહતો.
- યુપીએસમાં રિટાયરમેન્ટ સમયે એક સાથે રકમ આપવાની જોગવાઈ છે. જેની ગણતરી કર્મચારીના દર 6 મહિનાની સેવા પર મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10માં ભાગ તરીકે કરાશે. જ્યારે એનપીએસમાં કુલ જમા રકમમાંથી 60 ટકા રિટાયરમેન્ટ પર એકસાથે કાઢી શકાતી હતી અને 40 ટકા એન્યુટી તરીકે રખાતી હતી.
- યુપીએસ અને ઓપીએસમાં પેન્શન મેળવવા માટે કોઈ રોકા કરવાનું હોતું નથી જ્યારે એનપીએસમાં ફંડના 40 ટકા પૈસા રોકાણ કરવાનું હોય છે.
- યુપીએસ અને ઓપીએસમાં પેન્શનમાં ઈન્ડેક્સેશનનો ફાયદો મળે છે. જ્યારે એનપીએસમાં એવું નહતું.
- યુપીએસમાં 10 વર્ષ નોકરી કરવા પર 10 હજાર રૂપિયા માસિક પેન્શનની જોગવાઈ છે. એનપીએસમાં એવી કોઈ જોગવાઈ નથી. જ્યારે ઓપીએસમાં 40 ટકા પેન્શન કમ્યુટેશનની જોગવાઈ છે.