ઉર્મિલા માતોંડકરે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામુ, નોર્થ મુંબઇથી લડી હતી લોકસભા ચૂંટણી
ઉર્મિલા માતોડકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. ઉર્મિલા 27 માર્ચ 2019ના રોજ કોંગ્રેસમાં જાડાઇ હતી. તેમણે મુંબઇ નોર્થથી લોકસભા ચૂંટણી પણ લડી હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઇ: ઉર્મિલા માતોડકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. ઉર્મિલા 27 માર્ચ 2019ના રોજ કોંગ્રેસમાં જાડાઇ હતી. તેમણે મુંબઇ નોર્થથી લોકસભા ચૂંટણી પણ લડી હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉર્મિલાએ તેના નિવેદનમાં કહ્યું, મેં કોંગ્રેસથી રાજીનામુ આપી દીધુ છે. મારા સતત પ્રયત્નો છતા 16 મેના મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષને લખેલા મારા પત્ર પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં.
પત્ર લિક થવા પર કોઇએ ચિંતા વ્યક્તના કરી
ઉર્મિલાએ કહ્યું કે, મારા આ ગોપનીય પત્રને સરળતાથી મીડિયામાં લીક કરી દેવામાં આવ્યો પરંતુ કોઇએ પણ તેને લઇને ચિંતા વ્યક્ત કરી નહીં. જ્યારે મેં આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો. જ્યાં તેમણે પોતાના પત્રમાં મુંબઇ નોર્થમાં કોંગ્રેસની હાર માટે જે લોકોને જવાબદાર જે લોકોનું મેં નામ લીધુ હતું તેમને નવું પદ આપી સન્માનિત કરવામાં આવ્યા.
જુઓ Live TV:-