નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક છે. ફિલ્મો કલાકારોની પણ સતત રાજકીય પાર્ટીઓમાં એન્ટ્રી ચાલુ છે. છેલ્લા બે દિવસથી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનું નામ ચર્ચામાં છે. આજે ઉર્મિલાએ ઓફિશિયલી કોંગ્રેસમાં એન્ટ્રી લઈ લીધી છે. ઉર્મિલાએ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ જોઈન કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિન્દ દેવડાએ ઉર્મિલા માતોંડકર પાર્ટીમાં સામેલ થવાની છે તે અંગે પુષ્ટિ કરી હતી. કોંગ્રેસની સદસ્યતા મેળવ્યા બાદ ઉર્મિલાને પાર્ટી ઉત્તર મુંબઈથી પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે. લોકસભા ચૂંટણી 2019માં નોર્થ મુંબઈથી મરાઠી અભિનેત્રી આસાવરી જોશી અને શિલ્પા શિંદેએ પણ કોંગ્રેસની ટિકિટ માંગી હતી. જો ઉર્મિલા આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થશે તો તેમનો મુકાબલો હાલના સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થશે. આ સીટ ભાજપનો મજબુત ગઢ ગણાય છે. આવામાં ઉર્મિલા સામે ગોપાલ શેટ્ટીને હરાવવા એ મોટો પડકાર બની રહેશે. 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...