ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પુર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફે અમેરિકા પર આરોપ લગાવ્યો કે, તે ઇસ્લામાબાદની વિરુદ્ધ ભારતની સાથે ઉભો થઇ રહ્યો છે. મુશર્રફે હૂમલાખોર અંદાજમાં કહ્યું કે, જ્યારે અમેરિકાને પાકિસ્તાનની જરૂરિયાતો હોય છે તો તેઓ તેની પાસે આવે છે અને જ્યારે પણ નથી હોતા તો છોડી દેતા હોય છે. પુર્વ રાષ્ટ્રપતિ અને ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (APML) ચીફ મુશર્રફનાં વોઇસ ઓફ અમેરિકાને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાન - અમેરિકા સંબંધને ઝટકો લાગ્યો છે અને આ સૌથી નિચલા સ્તર પર જતું રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશદ્રોહનો આરોપ સહી રહેલા મુશર્રફ ગત્ત વર્ષથી દુબઇમાં રહી રહ્યા છે. તેમણે સ્વાસ્થયનાં કારણોથી દેશની બહાર જવાની પરવાનગી નહોતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમેરિકાની સાથે બેસીને સમાધાન કરવાની જરૂર છે. મુશર્રફે કહ્યું કે, અમેરિકાએ શીત યુદ્ધ દરમિયાન સ્પષ્ટ રીતે ભારતનું સમર્થન કર્યું હતું. હવે અમેરિકા, પાકિસ્તાનની વિરુદ્ધ ભારતની સાથે ઉભું છે. જે આપણને સ્પષ્ટ રીતે નુકસાનકારક છે. અમે ઇચ્છીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનમાં ભારતની ભુમિકાની તપાસ કરે.

પુર્વ સેનાધ્યક્ષે કહ્યું કે, પાકિસ્તાને તે સમજવું જોઇએ કે શા માટે અમેરિકા આપણને છોડે છે અને ફરીથી આપણી પાસે આવે છે. તેમણે કહ્યું કે, લોકો જાણે છે કે અમેરિકા ત્યારે અમારી પાસે આવે છે, જ્યારે તેને જરૂરિયાત હોય છે અને જ્યારે નથી હોતી તો આપણે તેને છોડી દઇએ છીએ. ઉલ્લેખનીય છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ખોટુ બોલવા તથા ધોખેબાજી કરવા અને આતંકવાદીઓને સુરક્ષીત આશ્રય આપવા માટેનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે આ નિવેદન બાદ બંન્ને દેશોનાં સંબંધમાં ખેંચાવ દેખાડ્યો હતો.