વોશિંગ્ટન : અમેરિકી સીમા પર વિસ્થાપિત પરિવારોનાં બાળકોને તેના માતા પિતાથી અલગ કરવાનાં વિવાદાસ્પદ મુદ્દા પર સોમવારે (18જુન)ના રોજ ડેમોક્રેટિક અને રિપબ્લિક સાંસદોએ અવાજ ઉઠાવ્યો છે જ્યાં અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે તેને ગહન વિવાદાસ્પદ ચલણને રોકવા માટેનો ગહન રાજનીતિક અપીલ કરી હતી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તંત્રએ ક્યારે પણ સહ્યન નહી કરવાની સીમા સુરક્ષા નીતિ લાગુ કરી છે જેના કારણે બંન્ને તરફનાં રાજનીતિક પક્ષોમાં આક્રોશ છે અને ખાસ કરીને અમેરિકા જ્યારે ફાદર્સ ડે ઉજવી રહ્યું હતું ત્યારે આ અંગેની પ્રતિક્રિયા જોવા મળી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે કહ્યું કે, તેઓ અલગતાને દુર કરવા ઇચ્છે છે, પરંતુ તેમણે આ સંકટ માટે વિપક્ષી ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવવાનું ચાલુ રાખ્યું. જ્યારે આલોચકોનું કહેવું છે કે આ સંકટ તેમનું પોતાનું પેદા કરેલું છે. ટ્રમ્પની પત્ની આમ તો ઘણીવાર રાજનીતિક મુદ્દાઓમાં દખલ નથી કરતી. તેમણે ટ્રમ્પ તંત્રની નીતિની નિંદા તો નહોતી કરી પરંતુ આ મુદ્દે સમાધઆન માટે દ્વિપક્ષીય સુધાર કરવાને મહત્વ આપ્યું હતું. તેમના પ્રવક્તા સ્ટેફની ગ્રિશામે સીએનએન સાથે વાતચીતમાં કહ્યું કે, મિસેજ ટ્રમ્પને બાળકોને તેમનાં પરિવારથી અલગ થતા હોવાથી નફરત છે અને આશા છે કે બંન્ને તરફથી લોકો સફળતાપુર્વક આવક જાવકમાં સુધાર પ્રાપ્ત કરવા માટે આખરે એક સાથે આવશે. 

ઉલ્લેખનીય છે કે, એટોર્ની જનરલ જેફ સેશને જાહેરાત કરી છે કે બિનકાયદેસર રીતે મૈક્સિકોથી આવનારા તમામ વિસ્થાપિતોની ધરપકડ કરવામાં આવી શકે છે. જો કે બાળકોને કારાવાસમાં મોકલી શકાય નહી માટે માટે તેમને ધરપકડ કરાયેલ માતા -પિતાથી અલગ કરી દેવામાં આવે છે.