વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રવિવારે પોતાના ભારતના પ્રથમ સત્તાવાર પ્રવાસ માટે વ્હાઇટ હાઉસથી રવાના થઈ ગયા છે. તેઓ કાલે એટલે કે સોમવારે સવારે 11.40 કલાકે અમદાવાદ પહોંચશે અને તેમની સાથે પત્ની મેલાનિયા, પુત્રી ઇવાંકા અને જમાઈ જેરેડ કુશ્નર પણ હશે. અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે એક પ્રતિનિધિમંડળ પણ હશે.  ભારત રવાના થતાં પહેલા તેમણે કહ્યું કે, ભારતના લોકોને મળવા માટે આતુર છું, અમે લાખો લોકોની સાથે ત્યાં હશું. મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ખુબ સારૂ લાગે છે, તેઓ મારા મિત્ર છે. પીએમ મોદીએ મને કહ્યું હતું કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતની યાત્રાનો કાર્યક્રમ જાહેર કર્યો છે જે આ પ્રકારે છે... 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક