બે દિવસીય ભારતના પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રવાના
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ જાહેરાત કરી હતી કે ભારત-અમેરિકા વચ્ચે 3 બિલિયન ડોલરની ડિફેન્સ ડીલ કરી છે. તો અમેરિકી દૂતાવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનર સમારોહમાં પહોંચ્યા હતા. આ સમારોહ પૂરો કર્યાં બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે રવાના થઈ ગયા છે.
અમેરિકા માટે રવાના થયા ટ્રમ્પ
ભારતમાં બે દિવસીય પ્રવાસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકા માટે રવાના થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ સોમવારે અમદાવાદથી ભારતના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ત્યારહાદ તેઓ આગરા તાજમહેલ જોવા માટે ગયા હતા. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હૈદરાબાદ હાઉસમાં બંન્ને દેશો વચ્ચે વાર્તાલાપ થયો હતો. ત્યારબાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. ટ્રમ્પે અમેરિકાના દૂતાવાસમાં ભારતીય કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત પણ કરી હતી. છેલ્લે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનર સમારોહમાં હાજરી આપીને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે રવાના થઈ ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube