નવી દિલ્હી: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક કાર્યવાહીને અમેરિકાએ પણ ખુલીને સમર્થન આપ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બુધવાર રાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન તેમણે ડોભાલને કહ્યું કે પાકિસ્તાની જમીન પર જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર ભારતની કાર્યવાહીનું અમેરિકા સમર્થન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં આજે ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન દ્વારા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને ભારતની મોટી કૂટનીતિક સફળતા ગણાવાઈ રહી છે. જો કે હજુ ચીને આ પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. 


નાપાક હરકતોથી બરબાદી નોતરી પાકિસ્તાને, PMએ ત્રણેય સેનાને આક્રમક કાર્યવાહી માટે આપી 'ખુલ્લી છૂટ'


ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને બુધવારે પ્રસ્તાવ રજુ કરતા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને કહ્યું કે જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવામાં આવે. તેના વૈશ્વિક પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે જ તેની તમામ સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવે. 


અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે. મૌલાના મસૂદ અઝહર આ આતંકી સંગઠનનો ચીફ છે. આ અગાઉ એવા અહેવાલો હતાં કે ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર તરફથી એવા અહેવાલો હતાં કે ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત કરાયેલા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. વીટો પાવરથી લેસ આ ત્રણેય દેશોએ મળીને આ પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવ રજુ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષમાં ચોથી વાર આ રીતે પ્રયત્ન કરાયો અને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. 


નોંધનીય છે કે 14મી ફેબ્રુઆરીના રોજ  પુલવામામાં સીઆરપીએફના કાફલાની એક બસ પર જે રીતે આતંકી હુમલો કરાયો અને 40 જવાનો શહીદ થયા ત્યારબાદથી ભારત ખુબ આક્રોશમાં છે અને દેશવાસીઓ પણ આ નાપાક હરકત બદલ પાકિસ્તાનને હાડકા ખોખરા કરવાની માગણી કરી રહ્યાં છે. આ હુમલાની જવાબદારી મસૂદ અઝહરના સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...