જો તમારૂ આધારકાર્ડ ખોવાઇ જાય તો આ આ એપ થકી તમારું કામ થશે સરળ
UIDAI એ mAadhaar એપ લોંચ કરવામાં આવ્યો છે જેને ડાઉનલોડ કરી લીદા બાદ આધાર તમારા મોબાઇલમાં હશે
નવી દિલ્હી : આધાર કાર્ડ હવે માત્ર ઓળખ પત્ર નથી રહી ગયું. તેની જરૂર દરેક સ્થળે હોય છે. કોઇ પણ સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય તો આધાર વેરિફિકેશન પહેલા કરવામાં આવે છે. મોટા ભાગના સ્થળો પર આધારને ફરજીયાત કરી દેવામાં આવેલું છે. એવામાં જો તમારૂ આધારકાર્ડ ખોવાઇ જાય છે તો ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અમે તમારી એક પદ્ધતી જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી જો તમારૂ કાર્ડ ખોવાઇ પણ જાય છે તો કામ થઇ જશે.
તેના માટે UIDAIએ mAadhaar મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપને પોતાનાં મોબાઇલ ફોન ડાઉનલોડ કરવું પડશે. ત્યાર બાદ તમારો આધાર તમાર મોબાઇલમાં હશે. જો કે mAadhaar એપ યુઝ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ન હોય તો તમારા આધાર સેંટર જઇને નવો નંબર અપડેટ કરવો પડશે. આ એપમાં QR કોર્ડ અને E-KYCનું પણ ફીચર આપવામાં આવ્યું છે. અનેક સ્થળો પર તમે તેનો ઉપયોગ પણ આદારકાર્ડની જેમ કરી શકો છો. mAadhaarનો ઉપયોગ કરવા માટે પ્લે સ્ટોર પર જાઓ અને તેને ડાઉનલોડ કરી લો.
એપનો પાસવર્ડ સુરક્ષીત રાખો. એપ કોલવા અંગે આધાર નંબર ડાયલ કરવું પડશે અને અન્ય માહિતી ભરવી પડશે. રજિસ્ટર્ડ નંબર પરઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ આ એપ સંપુર્ણ વેરીફાઇ થઇ જશે અને તમે બાયોમેટ્રિક ડેટા લોક અને અનલોક કરી શકશો.