Supreme Court on SC/ST Act: સુપ્રીમ કોર્ટે  એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અભદ્ર કે અપમાનજનક ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કેસ કરવા માટે પુરતી નથી. જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠે કહ્યું હતું કે SC/ST એક્ટની કલમના દંડાત્મક પ્રાવધાનને લાગૂ કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ પ્રકારની ટીપ્પણી જાણીજોઈને સાર્વજનિક સ્થાન પર કરવામાં આવેલી છે કે નહીં. ચાર્જશીટ કે એફઆઈઆરની કોપીમાં પણ આ વાતનો ઉલ્લેખ હોવો જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સિદ્ધારમૈયા આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ, 25થી વધુ ધારાસભ્યો બની શકે છે મંત્રી


કાશ્મીરમાં G20 સમિટનો ચીને કર્યો વિરોધ, આ દેશોએ પણ નથી કરાવ્યું રજિસ્ટ્રેશન


અમેરિકાને રુસનો જવાબ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત 500 અમેરિકીઓ પર પ્રતિબંધ


સુપ્રીમ કોર્ટની બે સદસ્યની પીઠે સ્પષ્ટ કર્યું હતું કે એસસી અને એસટી વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો તે વાત કોઈ વ્યક્તિ પર કેસ કરવા માટે પુરતો પુરાવો નથી. સાથે જ કોર્ટે કહ્યું કે આ અધિનિયમની કલમ હેઠળ કોઈ વ્યક્તિ પર કેસ ચલાવતાં પહેલા સાર્વજનિક દ્રષ્ટિએ કરવામાં આવેલી વાતનો ઉલ્લેખ ચાર્જશીટમાં પણ હોવો જોઈએ. જેથી કોર્ટને ખ્યાલ આવે કે અપરાધ SC/ST એક્ટ હેઠળ કેસ બને છે કે નહીં.
 


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એક મામલે સુનાવણી દરમિયાન કરી હતી. જેમાં એક વ્યક્તિ વિરુદ્ધ કથિત ચાર્જશીટ દાખલ કરેલી હતી. જેમાં SC/ST એક્ટની કલમ હેઠળ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના વ્યક્તિને ઈરાદાપૂર્વક જાહેરમાં અપમાનિક કરવા અને ધમકી આપવાનો કેસ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે અરજીને રદ્દ કરી હતી અને કહ્યું હતું કે પ્રાથમિકી અને ચાર્જશીટમાં ફરિયાદ કરનારની જાતિનો કોઈ સંદર્ભ નથી. સાથે જ કોર્ટે કહ્યું કે અપમાનજનક નિવેદન ફરિયાદ કરનારની પત્ની અને દિકરાની હાજરીમાં કરાયું હતું ત્યાં અન્ય કોઈ હાજર ન હતું તેથી તેને સાર્વજનિક ન કહી શકાય.