લખનઉ: પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીની સ્મુતિના ઉત્તર પ્રદેશમાં ચાર સ્મારકો બનાવવામાં આવશે. યોગી સરકાર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. યુપીમમાં આ તમામ સ્મારકો અટલજીની કર્મભૂમી વાળા શહેરોમાં બનાવાની યોજના છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મુદ્દે વિચાર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપી સરકાર તરફથી જે શહેરોમાં સ્મારક બનાવવાની યોજના છે. જેમાં આગરાના બટેશ્વર, કાનપુર , બલરામપુર અને લખનઉનો સમાવેશ થાય છે. અટલજીએ કાનપુરમાં તેમનો  અભ્યાસ કર્યો હતો. બલરામપુરથી તે પહેલી વાર લોકસભામાં પહોચ્યા હતા. જ્યારે લખનઉ તેમની કર્મભૂમી છે.


મહત્વનું છે, કે અટલ બિહારી બાજપેયીનું નિધન 16 ઓગસ્ટએ નવી દિલ્હીની એમ્સમાં લાંબી બિમારી બાદ થયું હતું. તેમના પાર્થિવ દેહ ને તેમના સરકારી નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને 17 ઓગસ્ટએ બી.જે.પીના મુખ્યાલયમાં પણ અંતિમ દર્શન માટે રાખ્યા હતા. જ્યાં તેમને હજારો લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.


ત્યાર બાદ દિલ્હીના સ્મૃતિ ભવન પર શુક્રવારે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં લાખો લોકો જોડાયા હતા, જેમાં પી.એમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત દેશ-વિદેશના નેતાઓ જોડાયા હતા. તેમની દત્તક પુત્રીએ નમિતા કૌલે તેમને મુખાગ્નિ આપી હતી.