ઉત્તર પ્રદેશમાં સપાને ઝટકો, રાજ્યસભા ચૂંટણીમાં ત્રીજો ઉમેદવાર હાર્યો, ભાજપે જીતી 8 સીટ
Rajya Sabha Elections Results: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના આઠમાં ઉમેદવારની જીત થઈ છે. જ્યારે અખિલેશ યાદવને ઝટકો લાગ્યો છે.
લખનૌઃ UP Rajya Sabha Elections Results 2024: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 સીટો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 અને સમાજવાદી પાર્ટીએ બે સીટો પર જીત મેળવી છે. તેમાં સૌથી વધુ મત સપા ઉમેદવાર જયા બચ્ચનને 41 મત મળ્યા છે. આ સાથે સપાના બીજા ઉમેદવાર રામજી લાલ સુમનને 40 મત મળ્યા છે.
તો ભાજપના આઠમાં ઉમેદવાર સંજય સેઠને 29 મત મળ્યા છે, જ્યારે બીજી પ્રાથમિકતાના આધાર પર જીત થઈ છે. ભાજપના સંજય સેઠ અને આરપીએન સિંહને છોડી બધાને 38 મત મળ્યા છે અને આરપીએન સિંહને 37 મત મળ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બની ગઈ હતી. દસ સીટો પર પહેલા ભાજપના સાત અને સપાના ત્રણ એટલે કુલ 10 ઉમેદવાર હતા. પરંતુ ભાજપે છેલ્લા દિવસે આઠમાં ઉમેદવારને મેદાનમાં ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી હતી. ભાજપનો ઈરાદો લોકસભા પહેલા સપામાં ભાગલા પડાવવાનો હતો. ભાજપ પોતાની રણનીતિમાં સફળ પણ થયું છે. પ્રથમ પ્રાયોરિટીમાં સૌથી વધુ જયા બચ્ચનને 41 મત મળ્યા છે. લાલ જી સુમનને 40 મત મળ્યા છે. જ્યારે સપાના ત્રીજા ઉમેદવાર આલોક રંજનને પ્રથમ પ્રાયોરિટીના 19 મત મળ્યા છે. આ સિવાય ભાજપના અમર પાલ, સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર, નવીન જૈન, સાધના સિંહ અને સંગીતા બલવંત દરેકને 38-38 મત મળ્યા છે. આરપીએન સિંહને 37 મત મળ્યા છે, સંજય સેઠને પ્રથમ વરિયતાના 29 મત મળ્યા છે.
સંજય સેઠ જીત્યા, આલોક રંજન હાર્યા
ભાજપના આઠમાં ઉમેદવાર સંજય સેઠની જીતે પૂર્વ મુખ્ય સચિવ આલોક રંજનનું રાજ્યસભા જવાનું સપનું ધરાશાયી કરી દીધુ છે. સપા ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે આલોક રંજન હારી ગયા છે. ભાજપની રણનીતિની અસર એવી જોવા મળી કે સપાના મુખ્ય સચેતક મનોજ પાન્ડેય ભાજપના પક્ષમાં થઈ ગયા હતા.