લખનૌ: કાકા-ભત્રીજા એટલે કે શિવપાલ યાદવ અને અખિલેશ યાદવની લડાઈનો ભરપૂર ફાયદો ભાજપને મળી શકે છે. ભાજપ શિવપાલના સહારે સમાજવાદી પાર્ટી વિરુદ્ધ મોટો રાજકીય ખેલ પાડી શકે છે. પાર્ટી રણનીતિકારોએ જે પ્રકારે સપામાં ગાબડું પાડીને વિધાયક નિતિન અગ્રવાલને વિધાનસભા ઉપાધ્યક્ષ બનાવ્યા હતા કઈક એ જ રીતે શિવપાલ યાદવ મામલે પણ કરવાની તૈયારીઓ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે શિવપાલ યાદવની ભાજપ સાથે નીકટતા તેમને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની ખુરશી પર બિરાજમાન કરી શકે છે. જો આમ થયું તો શિવપાલ ગૃહમાં તેમના ભત્રીજા અને નેતા વિપક્ષ અખિલેશ યાદવની નજીક જ બેસશે. કારણ કે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની ખુરશી ગૃહમાં બરાબર નેતા વિપક્ષની બાજુમાં જ હોય છે. 


શિવપાલના ભાજપમાં જવાના સંકેત
શિવપાલ યાદવ 6 વાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદથી જ તેમના અખિલેશ સાથેનો મનમોટાવ ખુલીને સામે આવી ગયો છે. અખિલેશે તેમને સપાના વિધાયક સુદ્ધા માનવાની ના પાડી દીધી છે. આવામાં કાકા ભાજપ  તરફ ઝૂકી રહ્યા છે. શિવપાલ યાદવ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ફોલો કરી રહ્યા છે. જેનાથી તેઓ ભાજપ સાથે જાય તેવા સંકેત મળે છે. 


Sri Lanka Crisis: આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના તમામ મંત્રીઓના રાજીનામા, PM ના પુત્રએ પણ મંત્રીપદ છોડ્યું


અખિલેશ પર મનોવૈજ્ઞાનિક દબાણ
કહેવાય છે કે ભાજપના રણનીતિકારો પાસે શિવપાલ યાદવને રાજ્યસભા મોકલવા સિવાય વિધાનસભા ઉપાધ્યક્ષ  બનાવવાનો પણ વિકલ્પ છે અને તેના ઉપર ફાઈનલ મહોર  લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે. વાત જાણે એમ છે કે યુપી વિધાનસભામાં આ વખતે અખિલેશ યાદવે નેતા વિપક્ષ તરીકે આક્રમક તેવર દેખાડવાના સંકેત આપ્યા છે. આવામાં વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે શિવપાલને બેસાડીને ભાજપ સપા પ્રમુખ પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવાની કોશિશ કરશે. 


યુપીના રાજકારણ પર બારીકાઈથી નજર રાખી રાખનારા માને છે કે સપા વિધાયક શિવપાલ યાદવ માટે ભાજપ બરાબર એ જ રીતની રણનીતિ અપનાવી શકે છે જેવી તેમણે તત્કાલિન સપા ધારાસભ્ય નિતિન અગ્રવાલને વિધાનસભા ઉપાધ્યક્ષ બનાવવા માટે અપનાવી હતી. નિતિન સપા વિધાયક હતા અને રાજનીતિક મતભેદના કારણે તેમને સપા છોડી ભાજપ જોઈન કરી હતી. હવે નિતિન અગ્રવાલ ભાજપમાંથી ચૂંટણી જીતીને યોગી સરકારમાં આબકારી મંત્રી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube