નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં મોદીને પરાજીત કરવા માટે ધુરવિરોધી પાર્ટીઓ એક સાથે આવી રહી છે. રાજનીતિક અવસરોની રમત છે. અહીં કોઇ સ્થાની દોસ્ત કે દુશ્મન નથી હોતા. જે  કાલ સુધી એકબીજાની સામે આવવાનું પણ પસંદ નહોતા કરતા તેઓ આજે 23 વર્ષની દુશ્મની ભુલાવીને એક મંચ પર આવવા માટે તૈયાર થયા છે. શનિવારે લખનઉમાં ઐતિહાસિક તસ્વીર જોવા મળી. જેમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી એક સાથે જોવા મળ્યા હતા. જો કે આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેસ્ટહાઉસ કાંડનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. શું છે આ સમગ્ર ગેસ્ટહાઉસ કાંડ....

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90નાં શરૂઆતી સમયમાં ઉતરપ્રદેશમાં મંદિર-મસ્જિદ વિવાદનાં કારણે ધ્રુવીકરણ પોતાના ચરમ પર હતું. આ વાત તમામ રાજનીતિક દળો સમજી ચુક્યા હતા. 1993ની ચૂંટણી પ્રદેશની બે વિરોધી પાર્ટીઓ સપા અને બસપાએ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. આ ચૂંટણીમાં કોઇને બહુમતી મળી નહી. જેથી સપા - બસપાની ગઠબંધન સરકારે 4 ડિસેમ્બર, 1993ના રોજ મોરચો સંભાળ્યો. જો કે 2 જુન 1995માં બસપાએ અગમ્ય કારણોથી ગઠબંધન પાછુ ખેંચી લીધું. જો કે 3 જુન 1995નાં રોજ માયાવતીએ ભાજપ સાથે મળીને સત્તાની કમાન સંભાળી. જો કે 2 જુન 1995ના રોજ પ્રદેશની રાજનીતિમાં જે કાંઇ થયું તે કદાચ જ ક્યારેક બને. 

શું થયું તે દિવસે
માયાવતીનાં સમર્થન વાપસી બાદ જ્યારે મુલાયમ સરકાર પર સંકટના વાદળો છવાઇ ગયા હતા. સરકારને બચાવવા માટે તોડજોડ ચાલુ થઇ ગઇ. એવામાં અંતે જ્યારે વાત સ્પષ્ટ થઇ તો સપાના નારાજ કાર્યકર્તા અને ધારાસભ્ય લખનઉમાં મીરાબાઇ માર્ગ ખાતે સ્ટેટ ગેસ્ટ હાઉસ પહોંચી ગયા. જ્યાં  માયાવતી રોકાયા છે. મળતી માહિતી અનુસાર તે દિવસે ગેસ્ટ હાઉસનાં રૂમમાં રહેલા બસપા સુપ્રીમો સાથે કેટલાક ગુંડાઓએ ગેરવર્તણુંક કરી હતી. બસપાના અનુસાર સપાના લોકોએ ત્યારે માયાવતીને ધક્કા આપ્યો અને કેસમાં એવું લખવામાં આવ્યું હતુ કે તે લોકો તેમને જીવથી મારી નાખવા માંગતા હતા. આ કાંડને ગેસ્ટહાઉસ કાંડ કહેવામાં આવે છે.