UP Train Accident: ઉત્તર પ્રદેશના ગૌંડામાં ગુરુવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં ગોરખપુર થઈને ચંડીગઢથી અસમ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં છેલ્લે મળતી માહિતી મુજબ 4 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગોરખપુર રેલ ખંડના મોતીગંજ બોર્ડરની છે. ઘટનાની જાણકારી મળતા જ રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલા ડબ્બાઓમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મેડિકલ ટીમને પણ બોલાવવામાં આવી છે અને ડબ્બામાં ફસાયેલા મુસાફરોને કાઢવા માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની જાણકારી લીધી છે. 



આ અકસ્માત કયા કારણસર થયો તે અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પાટામાં ખરાબી કે પછી સ્પીડના કારણે થયો હોઈ શકે છે. અધિકારીઓ દ્વારા જલદી આ અંગે સમગ્ર જાણકારી સાર્વજનિક કરાશે.