નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) મુખ્યમંત્રી અને મંત્રીઓના ટેક્સ ભરવાના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath)  4 દાયકા જૂની વ્યવસ્થાને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. જે મુજબ હવે મુખ્યમંત્રી કે મંત્રી પોતાના ખિસ્સામાંથી આવકવેરા રિટર્ન (Income Tax Return) ફાઈલ કરશે. એટલે કે હવે ભવિષ્યમાં કોઈ પણ કેબિનેટ મંત્રી કે મુખ્યમંત્રીનું આવકવેરા રિટર્ન સરકારી ખજાનામાંથી ભરાશે નહીં. હકીકતમાં અત્યાર સુધી સરકાર મંત્રીઓનું આવકવેરા રિટર્ન સરકારી ખજાનામાંથી ભરતી હતી. એક રિપોર્ટ સામે આવ્યાં બાદ યુપીની યોગી સરકારે સરકારી ખજાના પર બોજો પાડતી આ વર્ષો જૂની પરંપરાને ખતમ કરવાની જાહેરાત કરી છે. આ અગાઉ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત 18 પૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓનો આવકવેરો સરકારી ખજાનામાંથી ભરાય છે. આ મુખ્યમંત્રીઓ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને ભાજપ સહિત કોંગ્રેસ પાર્ટીના છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...