સીએમ યોગી આદિત્યનાથે કરી મોટી જાહેરાત, હવે ફૈજાબાદ અયોધ્યાના નામે ઓળખાશે
આ પહેલાં દિવાળીના કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ ખાસ મહેમાન દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જોંફ સૂકની સાથે ભાગ લેવા માટે પહોંચ્યા છે. દીવાળી કોરિયાની પ્રથમ મહિલા દીપોત્સવ કાર્યક્રમની મુખ્ય અતિથિ છે.
અયોધ્યા: અયોધ્યામાં દીપોત્સવ 2018ની શરૂઆત થઇ ચૂકી છે. આ કાર્યક્રમમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતાં કહ્યું કે આજથી ફૈજાબાદ જનપદને અયોધ્યાના નામે ઓળખવામાં આવશે. સીએમ યોગીએ લોકોને દીવાળીની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે આજથી ફૈજાબાદને પણ અયોધ્યાના નામે ઓળખવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આપણે અતીતની સાથે જોડાઇએ છીએ કોરીયાનું પ્રતિનિધિત્વ મંડળ પણ અહીં આવ્યું છે. આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં કહું છું કે,આજથી આ જન્મ સ્થળ હવેથી અયોધ્યાના નામથી ઓળખાશે. અયોધ્યા આપણા આન બાન અને શાનનું પ્રતિક છે અને મને લાગે છે કે અયોધ્યાની ઓળખ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામથી છે. અયોધ્યાના દિપોત્સવનો આ કાર્યક્રમ દુનિયામાં ઓળખ છે.
વધુમાં એમણે કહ્યું કે, 14 વર્ષના વનવાસ બાદ રામ ભગવાન અયોધ્યા પરત આવ્યા એટલે એમની ખુશીમાં આપણે દિપાવલી ઉજવવીએ છીએ અને રામ રાજ્યની સ્થાપના થઇ હતી. તમને નથી લાગતું કે, છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રની મોદી સરકાર રામ રાજ્ય સમા રાજ્યની દિશામાં આગળ વધી રહી છે.
આ પહેલાં દિવાળીના કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ ખાસ મહેમાન દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જોંફ સૂકની સાથે ભાગ લેવા માટે પહોંચ્યા છે. દીવાળી કોરિયાની પ્રથમ મહિલા દીપોત્સવ કાર્યક્રમની મુખ્ય અતિથિ છે. રામની લીલાઓ પર આધારીત ઝાંખીઓ કાઢવામાં આવી રહી છે. દીવાળી કાર્યક્રમમાં દેશભરના સાધુ-સંતોની નજરો મંડરાયેલી છે. માનવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ આ કાર્યક્રમમાં અયોધ્યા સંબંધિત મોટી જાહેરાત કરી શકે છે.