ઉમેશ પાલ મર્ડર કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદને ગુરૂવારે યુપી પોલીસે ઠાર માર્યા હતા. સરકારે બંને સામે 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ એન્કાઉન્ટર ઝાંસીના બારાગાંવમાં પરિચા ડેમ પાસે થયું છે. પોલીસે જણાવ્યું હતું કે બંને પાસે વિદેશી હથિયારો મળી આવ્યા હતા. અસદના એન્કાઉન્ટર બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માફિયાઓને માટીમાં ભેળવી દેશે
ઉમેશ પાલની હત્યા બાદ વિપક્ષ ખૂબ જ આક્રમક બની ગયો હતો. વિધાનસભામાં જવાબ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ તેને માટીમાં ભેળવી દેશે. સીએમ યોગીએ કહ્યું હતું કે યુપીમાં માફિયાઓ સામેની કાર્યવાહી એક ઉદાહરણ બની ગઈ છે. સરકાર પણ આ મામલે કડક કાર્યવાહી કરશે. સરકાર માફિયાઓને માટીમાં ભેળવી દેશે.


માફિયા અતીકના પુત્રના એન્કાઉન્ટરમાં માર્યા ગયાના સમાચાર આવતા જ યુપીના સીએમ યોગી આદિત્યનાથનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો તેમના વખાણના પુલ બાંધવા લાગ્યા. સોશિયલ મીડિયામાં લોકો યુપીના સીએમ યોગીના નિવેદનને Tweet કરી રહ્યા :


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube