લખનઉઃ Aparna Yadav To Join BJP: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવ  (Mulayam Singh Yadav) ની નાની પુત્રવધુ અપર્ણા યાદવ (Aparna Yadav) બુધવારે સવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. અપર્ણા યાદવ બુધવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની હાજરીમાં પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે યૂપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. હાલમાં ભાજપના ત્રણ મંત્રી સહિત અનેક ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે. તેના થોડા દિવસ પહેલા પણ ભાજપમાં સામેલ થવાની ચર્ચા હતી, પરંતુ ત્યારે કાનપુરના પૂર્વ પોલીસ કમિશનર અસીમ અરૂણ ભાજપમાં સામેલ થયા હતા. પરંતુ હવે નક્કી થઈ ગયું છે કે બુધવારે અપર્ણા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ જશે. 


લખનઉ કેન્ટથી સપામાંથી લડી હતી ચૂંટણી
ઉલ્લેખનીય છે કે અપર્ણા મુલાયમ સિંહના નાના પુત્ર અને અખિલેશના પિતરાઈ ભાઈ પ્રતીક યાદવની પત્ની છે. અપર્ણાએ 2017 વિધાનસભા ચૂંટણી લખનઉ કેન્ટ સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેમણે ભાજપના રીતા બહુગુણા જોશીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના માટે અખિલેશ યાદવે પ્રચાર પણ કર્યો હતો. જોશીના સાંસદ બન્યા બાદ થયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપે આ સીટ જીતી લીધી હતી. 


આ પણ વાંચોઃ Viral Video: પેરાગ્લાઇડિંગ સમયે પતિ પર ગુસ્સે થઈ મહિલા, કહ્યું- મારા લગ્ન કેમ કરાવ્યા ભગવાન, જુઓ વીડિયો


અપર્ણા પીએમ યોગી અને પીએમ મોદીની કરતી રહી છે પ્રશંસા
અપર્ણા યાદવ સમાજવાદી પાર્ટીમાં રહેતા પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરી ચુકી છે. મૂળ રૂપથી ઉત્તરાખંડની રહેનારી અપર્ણા ઘણીવાર યોગી આદિત્યનાથ સાથે નજર આવી હતી. તેવા સમાચાર છે કે ભાજપ તેમને લખનઉ કેન્ટથી વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવી શકે છે. 


અખિલેશ યાદવના નાના ભાઈની પત્ની અપર્ણા યાદવને ટિકિટ આપવાના સવાલ પર તેમણે કહ્યું કે, અમારા પરિવારની અમારાથી વધુ ચિંતા ભારતીય જનતા પાર્ટીને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube