UPના કેબિનેટ મંત્રી કમલ રાની વરુણનું કોરોનાથી નિધન, CM યોગીએ અયોધ્યા પ્રવાસ રદ કર્યો
ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી કમલ રાની વરુણનું આજે નિધન થયું. 18 જુલાઈના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યો હતો. તેમની સારવાર યુપીના પાટનગર લખનઉના એસજીપીઆઈ હોસ્પિટલમાં ચાલતી હતી. રવિવારે સવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઉત્તર પ્રદેશમાં કોઈ મંત્રીનું કોરોનાથી આ પહેલું મૃત્યુ છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારમાં રાજ્યમંત્રી કમલ રાની વરુણ (Kamal Rani Varun) નું આજે નિધન થયું. 18 જુલાઈના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યો હતો. તેમની સારવાર યુપીના પાટનગર લખનઉના એસજીપીઆઈ હોસ્પિટલમાં ચાલતી હતી. રવિવારે સવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઉત્તર પ્રદેશમાં કોઈ મંત્રીનું કોરોનાથી આ પહેલું મૃત્યુ છે. સીએમ યોગીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કમલ રાનીના નિધનના પગલે તેમણે આજનો અયોધ્યા પ્રવાસ રદ કર્યો છે. મુખ્યમંત્રી ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા જઈ રહ્યાં હતાં.
કમલ રાની વરુણ યોગી સરકારમાં Technical Education મંત્રી હતાં. તેઓ 12મી લોકસભામાં સાંસદ પણ રહી ચૂક્યા હતાં. તેઓ હાલ ઘાટમપુર વિધાનસભા બેઠકથી વિધાયક હતાં. રાજ્યમંત્રી કમલ રાની વરુણની તબિયત ખરાબ થયા બાદ તેમના સેમ્પલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં. 18 જુલાઈના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ આવ્યાં બાદ તેમને એસજીપીજીઆઈમાં દાખલ કરાયા હતાં.
કમલ રાની વરુણનો જન્મ 3 મે 1958ના રોજ લખનઉમાં થયો હતો. તેમના લગ્ન કાનપુરમાં રહેતા કિશન લાલ સાથે થયા હતાં. કિશન લાલ એલઆઈસીમાં પ્રશાસનિક અધિકારી અને આરએસએસના પ્રતિબદ્ધ સ્વયંસેવક હતાં. કમલ રાનીએ 1977માં પહેલીવાર મતદાતા પરચી કાપવાનું કામ શરૂ કરીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ગંદી વસ્તીઓથી કરી હતી. તેઓ સેવા ભારતીના સેવા કેન્દ્રમાં બાળકોને ભણાવવા લાગ્યાં અને ગરીબ મહિલાઓને સિવણકામ, વણાટકામ વગેરેની ટ્રેનિંગ આપવા લાગ્યા હતાં.
1989થી તેઓ કાનપુરના દ્વારકાપુરી વોર્ડથી ભાજપની ટિકિટ પર કોર્પોરેટર બન્યા હતાં. 1995માં બીજીવાર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ભાજપે 1996માં તેમને ઘાટમપુર (અનામત) સંસદીય સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. 1998માં તેઓ તે જગ્યાએથી ફરી જીત્યા હતાં. જો કે 1999માં લોકસભા ચૂંટણીમાં ફક્ત 585 મતોથી બીએસપીના પ્યારેલાલ સંખવારથી ચૂંટણી હાર્યા હતાં. સાંસદ હતાં ત્યારે કમલ રાનીએ લેબર એન્ડ વેલફેર, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, રાજભાષા, અને પર્યટન મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિઓમાં કામ કર્યું હતું.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે યુપીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રદેશમાં શનિવાર સાંજ સુધી 24 કલાકમાં 3 હજાર840 નવા કેસ આવ્યા હતાં. જ્યારે 24 કલાકમાં 47 લોકોના મોત થયાં. પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 36037 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 1677 લોકોએ જીવ ગુમાવ્યાં છે.