લખનૌ: કોરોના વાયરસના વધતા કેસને જોતા ઉત્તર પ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે અને વિકેન્ડ લોકડાઉનને એક દિવસ માટે વધારવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 દિવસનું વિકેન્ડ લોકડાઉન
યોગી આદિત્યનાથ સરકારના નવા આદેશ મુજબ હવે વિકેન્ડ લોકડાઉન ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં શુક્રવાર રાતે 8 વાગ્યાથી શરૂ થશે અને મંગળવાર સવારે 7 વાગ્યા સુધી રહેશે. 


ઉત્તર પ્રદેશમાં 3 લાખથી વધુ એક્ટિવ કેસ
ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં બુધવારે ગત 24 કલાકમાં 29824 લોકો કોવિડ-19થી સંક્રમિત થયા અને આ દરમિયાન 266 લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃતકોનો આંકડો 11943 પર પહોંચ્યો છે. ગત 24 કલાકમાં 35903 દર્દીઓ રિકવર થઈને ઘરે પાછા ફર્યા અને રાજ્યમાં કોવિડ-19ના લગભગ હજુ 3 લાખ 41 એક્વિટ દર્દી છે. 


coronavirus: 18 વર્ષથી વધુ ઉંમર હોય તો પણ આ લોકોએ કોરોનાની રસી ન લેવી જોઈએ, ખાસ જાણો કારણ


Corona Update: કોરોનાની અત્યંત ભયજનક સ્થિતિ, રોકેટ ગતિથી વધી રહ્યો છે મૃત્યુઆંક, નવા 3.79 લાખથી વધુ કેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube