આપણે દિવ્યાંગ લોકો પ્રત્યે દયા અને પ્રેમ ભાવ દર્શાવવો જોઈએ પણ લાગે છે કે આજના જમાનામાં કેટલાક લોકો આ વાત ભૂલી ગયા છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક દિવ્યાંગ યુવકની નિર્દયતાથી પીટાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મામલો ઝેવર વિસ્તારનો છે જ્યાં એક પુરુષ અને મહિલા આ દિવ્યાંગ યુવકની પીટાઈ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે હાલ પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના જણાવ્યાં મુજબ આ મામલો 27 માર્ચનો હોવાનો કહેવાય છે. પીટાઈ કરનારા લોકો જુગેન્દ્ર અને તેની પત્ની છે જેમણે પોતાના જ સંબંધી એવા આ દિવ્યાંગ વ્યક્તિને લાકડી અને ડંડાથી અધમૂઆ કરી નાખ્યા. વાત જાણે એમ હતી કે આરોપી યુવક જુગેન્દ્રએ પોતાની સ્કૂલ દિવ્યાંગ ગજેન્દ્રને ચલાવવા માટે આપી હતી. પરંતુ બે વર્ષ સુધી લોકડાઉનના કારણે સ્કૂટર પડ્યું રહ્યું જેને જોતા જુગેન્દ્રએ સ્કૂલને ભાડે ચડાવી દીધી. આ વાતને લઈને જુગેન્દ્ર અને ગજેન્દ્ર વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એ હદે વધી ગયો કે આરોપી જુગેન્દ્રએ ગુસ્સામાં આવી પત્ની સાથે ગજેન્દ્રની પીટાઈ કરી નાખી. તેનું સ્કૂટર પણ તોડી નાખ્યું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube