Sonbhadra Urine Case: મધ્ય પ્રદેશના સીધી જિલ્લાથી આદિવાસી યુવક પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. હવે ઉત્તર પ્રદેશના સોનભદ્રથી આવો જ એક નવો મામલો સામે આવ્યો છે જેનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જવાહિર પટેલ નામના વ્યક્તિએ કથિત રીતે દલિત ગુલાબ કોલના કાનમાં પેશાબ કરતો અને ગાળાગાળી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ વીજળી ઉપકરણ બળ્યા બાદ આ બંને વચ્ચે વિવાદ થયો હતો. આ વીડિયો 11 જુલાઈનો હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અને પ્રશાસનમાં હડકંપ મચી ગયો અને  પછી પીડિતની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મામલો તૂલ પકડ્યા બાદ પોલીસે આરોપી અને તેના એક સહયોગીની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી ચાલુ છે. આ મામલે એસપી ડોક્ટર યશવીર સિંહે કહ્યું કે પીડિત ગુલાબ કોલનું કહેવું છે કે બંને એક બીજાથી પરિચિત છે. જવાહિર પટેલ અને ગુલાબ કોલે એક સાથે જ બેસીને દારૂ પીધો અને પછી બંને વચ્ચે કોઈ વિવાદ થયો. ત્યારબાદ તેની સાથે શું થયું તે વાતની તેને જાણકારી નહતી. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ પીડિતે ફરિયાદ દાખલ કરી. હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. 


સોનભદ્રમાં બીજી ઘટના
અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં એક અઠવાડિયાની અંદર ગેરવર્તણૂંકની આ બીજી એવી ઘટના સામે આવી છે. અગાઉ 8 જુલાઈના રોજ એક લાઈનમેને યુવકને પોતાના મામાના ઘરની વીજળી રિપેર કરવા મુદ્દે માર્યો હતો. ઉઠક બેઠક કરાવી હતી. આ સાથે જ પોતાની ચપ્પલ પર થૂકીને તેને ચટાવ્યું હતું. જો કે આ મામલે પોલીસે કાર્યવાહી  કરતા આરોપી અને તેના 3 સાથીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા. 


મોતને હાથતાળી આપી હિમાચલથી પાછા ફર્યા ગુજરાતી પ્રવાસીઓ, કાર-બસમાં કાઢ્યો કપરો સમય


ચંદ્રયાન-3 ને લીડ કરનાર આ મહિલા સ્પેસ સાયન્ટિસ્ટ વિશે જાણો, 'રોકેટ વુમન' નામથી મશહૂર


લાલ કિલ્લા, રાજઘાટ-સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું પાણી, PWD મંત્રીએ શું કહ્યું તે જાણો


જ્યારે બીજી ઘટનામાં સોનભદ્રના જુગૈલ પોલીસ મથકની હદમાં ઘટિટા ગામના જવાહિર પટેલ નામના વ્યક્તિએ દલિત યુવક ગુલાબ કોલ સાથે મારપીટ કર્યા બાદ  કાનમાં પેશાબ કર્યો. આ મામલે ફરિયાદ મળ્યા બાદ ઘટનાસ્થળે એસપી સહિત ભારે પ્રમાણમાં ફોર્સ પહોંચી. ઘટનાસ્થળે જ મામલાની એફઆઈઆર દાખલ કરતા આરોપી અને તેના એક સહયોગીની ધરપકડ કરાઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube