દુલ્હને સુહાગરાતે કર્યો કાંડ! પછી 10 દિવસ સુધી પતિને ગોથે ચડાવી રાખ્યો અને છેલ્લે...
Uttar Pradesh: ઉત્તર પ્રદેશના આગ્રાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે વિગતો જાણીને ચક્કર ખાઈ જશો. સારી રીતે લગ્ન થયા, લોકોએ લગ્ન માણ્યા પણ ખરા અને પછી જ્યારે દુલ્હન તેના સાસરી પહોંચી તો તેણે સુહાગરાતે એવો કાંડ કર્યો અને 10 દિવસ સુધી વરરાજાને ગોથે ચડાવી રાખ્યા.આખો કિસ્સો બહાર આવતા લોકો ચોંકી ગયા છે અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.
ઉત્તર પ્રદેશના આગ્રાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે વિગતો જાણીને ચક્કર ખાઈ જશો. સારી રીતે લગ્ન થયા, લોકોએ લગ્ન માણ્યા પણ ખરા અને પછી જ્યારે દુલ્હન તેના સાસરી પહોંચી તો તેણે સુહાગરાતે એવો કાંડ કર્યો અને 10 દિવસ સુધી વરરાજાને ગોથે ચડાવી રાખ્યા. આખો કિસ્સો બહાર આવતા લોકો ચોંકી ગયા છે અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. પોલીસ હાલ ફરિયાદ થયા બાદ કેસની તપાસમાં લાગી છે.
શું છે મામલો
મળતી માહિતી મુજબ દુલ્હને લગ્ન બાદ ખરાબ તબીયતનું બહાનું કાઢીને દુલ્હેરાજાને 10 દિવસ સુધી સુહાગરાત મનાવવા દીધી નહીં. ત્યારબાદ પ્રેમની સાથે મહિલા ફરાર થઈ ગઈ. આ ઘટના બાદ દુલ્હેરાજા હેરાન પરેશાન થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફતેહાબાદ વિસ્તારના ગામના યુવકના લગ્ન 22 એપ્રિલના રોજ શમશાબાદની એક યુવતી સાથે થયા હતા. ફરિયાદમાં પતિએ તેની પત્ની પર આરોપ લગાવ્યો છે કે લગ્નના પહેલા જ દિવસથી તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે તબીયત ખરાબ હોવાનું બહાનું કાઢી રહી હતી. એટલું જ નહીં તેણે લગ્ન બાદ સુહાગરાત મનાવવાની પણ ના પાડી દીધી.
ત્યારબાદ પત્ની તેના પિયર જતી રહી. યુવક પહેલી મેના રોજ ફરીથી પત્નીને પાછો સાસરે લઈને આવ્યો. પત્નીએ રસ્તામાં માથાના દુખાવાની વાત કહીને દવા લીધી હતી. ત્યારબાદ રસ્તામાં બાઈક સવાર યુવક આવ્યા અને ગાડી રોકવાની વાત કરી. યુવકની પત્ની ગાડીમાંથી ઉતરી અને તે બાઈક પર સવાર થઈને જતી રહી. પત્ની ફરાર થઈ જતા યુવક બૂમો પાડવા લાગ્યો પણ પત્નીએ તે સાંભળ્યું નહીં. ઘટનાથી હેરાન પરેશાન પતિએ પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે. તેના પર પોલીસ હવે તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube