ઉત્તર પ્રદેશના જાલૌનમાં બે મિત્રોએ ઝેરી પદાર્થ ખાઈને જીવ આપી દીધો. મીડિયા રિપોર્ટ મુજબ ઝેરી પદાર્થનું સેવન કરતા પહેલા બંને મિત્રોએ ફેમસ દાર્શનિક ઓશોનું પ્રવચન સાંભળ્યું હતું. તેઓ ઓશોથી ખુબ પ્રભાવિત હતા. મોતને ગળે લગાવતા પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ પર ચિત્તા, શબયાત્રા જેવા સ્ટેટસ લગાવ્યા હતા. હાલ બે મોતની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ બાદ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો જાલૌનના કાલપી પોલીસમથક હદનો છે. જ્યાં અમન વર્મા અને બાલેન્દ્ર પાલ નામના બે મિત્રોએ સુમસામ જગ્યાએ જઈને ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટનામાં બાલેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું જ્યારે અમનની હાલત બગડવા લાગી તો તેણે તેના પરિજનોને ફોન કરીને સૂચના આપી હતી. ત્યારબાદ પરિજનો ઘટનાસ્થળે પહોચ્યા અને બંનેને તત્કાળ સારવાર માટે કાલપીના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવાયા હતા. પરંતુ સારવાર શરૂ થતા પહેલા જ અમનનું મોત થઈ ગયું જ્યારે બાલેન્દ્ર મૃત અવસ્થામાં લવાયો હતો. 


ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. જેમણે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમન અને બાલેન્દ્રમાં ગાઢ મિત્રતા હતી. અમન મેડિકલ સ્ટોર સંભાળતો હતો અને પરિણીત હતો. જ્યારે બાલેન્દ્રના લગ્ન ન હતા થયા અને તેનો અમન સાથે મેળમિલાપ હતો. 


આત્મહત્યા કરતા પહેલા મોબાઈલ પર મૂક્યા સ્ટેટસ
બંને દાર્શનિક ઓશોના પ્રવચન સાંભળતા હતા અને તેમનાથી ખુબ પ્રભાવિત હતા. રિપોર્ટ મુજબ આત્મહત્યા કરતા પહેલા બંને મિત્રોએ પોતાના મોબાઈલ પર ત્રણ સ્ટેટસ લગાવ્યા હતા. જેનાથી જાણવા મળે છે કે મૃત્યુ પહેલા તેઓ ઓશોના પ્રવચન સાંભળતા હતા. ઝેર ખાતા પહેલા બાલેન્દ્રએ ફોનમાં જે સ્ટેટસ લગાવ્યું હતું તેમાં બળતી ચિતા, શબયાત્રા અને ઓશોનો ફોટો હતો. ફોટામાં 'મૃત્યુ જ સત્ય છે' એવું લખેલું હતું. 


આ ઘટના બાદ પરિજનોની રડી રડીને હાલત ખરાબ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે કઈ પરિસ્થિતિઓમાં આ બંનેએ આત્મહત્યા કરી. આ કેસમાં એસપી અસીમ ચૌધરીએ જણાવ્યું કે કાલપી પોલીસ મથક હદમાં એક મામલો સામે આવ્યો છે. જેમાં બે મિત્રોએ ઝેર  ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મામલા સામે આવતા જ પોલીસ  ઘટનાસ્થળે પહોંચી અને બંનેના મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube