લખનઉઃ ત્રિપલ તલાક વિરોધી કાર્યકર્તા નિદા ખાન એકવાર ફરી ચર્ચામાં છે. તેને ભારતીય જનતા પાર્ટી છોડવાની ધમકી આપવાના આરોપમાં છ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ છ લોકોમાં તેના પતિ શીરન રઝા ખાન અને પરિવારજનો સામેલ છે. મહત્વનું છે કે નિદા બરેલીમાં એક લગ્નમાં પહોંચી હતી, જ્યાં ભાજપ છોડવાના નારા લગાવવામાં આવ્યા અને તેના પર હુમલો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજાબ ફેંકવાની આપી ધમકી
નિદાએ જણાવ્યું કે તે 26 માર્ચે એક સંબંધીના લગ્ન સમારોહમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં સસરા પક્ષ અને કેટલાક સંબંધીઓએ ભાજપ છોડવાનું કહ્યું. નિદા ખાને જણાવ્યું કે તે 26 માર્ચે મામાના પુત્રના લગ્નમાં ગઈ હતી, જ્યાં મને ભાજપ સાથે છેડો ફાડવાનું કહેવામાં આવ્યું. 3 તલાકને લઈને પણ મારી લડાઈ ચાલી છે. મારા પતિએ કોર્ટમાં તેજાબ ફેંકવાની ધમકી આપી છે. જો લગ્નમાં પોલીસ સમય પર ન આવત તો તે લોકો લિન્ચિંગ જેવી ઘટના કરી શકતા હતા.


મહારાષ્ટ્રમાં જનતાને રાહત, સરકારે તહેવારો પહેલાં કોરોનાના તમામ પ્રતિબંધો હટાવ્યા


પતિએ આપ્યા હતા ત્રિપલ તલાક
ખાને આરોપ લગાવ્યો કે બરેલીના એક પ્રભાવશાળી ધાર્મિક પરિવારથી આવતા તેના પતિએ ત્રિપલ તલાક આપી દીધા હતા. ત્યારથી નિદા પોતાના માતા-પિતા સાથે રહે છે. આ મામલાની સુનાવણી બરેલીની સ્થાનીક કોર્ટમાં ચાલી રહી છે. બરેલી પોલીસ અનુસાર છ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube