Taj Mahal Case: દુનિયાના સાત અજૂબાઓમાં સામેલ આગ્રાના તાજ મહેલના 20થી વધુ બંધ ઓરડા ખોલાવવા અંગેની માગણી કરતી એક અરજી મામલે હાઈકોર્ટે આજે અરજીકર્તાને ખુબ ફટકાર લગાવી. કોર્ટે ખખડાવી નાખતા કહ્યું કે તાજ મહેલ અંગે રિસર્ચ કર્યા બાદ જ અરજી કરવી જોઈએ. પીઆઈએલને મજાક ન બનાવો. તાજ મહેલ કોણે અને  ક્યારે બનાવ્યો પહેલા તેનો અભ્યાસ કરો. આ મામલે આગળની સુનાવણી બપોરે 2 વાગ્યા પછી શરૂ થઈ છે. આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલાહાબાદ હાઈકોર્ટની  લખનઉ બેન્ચના જસ્ટિસ ડી કે ઉપાધ્યાયે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે પીઆઈએલ વ્યવસ્થાનો દુરઉપયોગ ન ક રો. તેની મજાક ન કરો. તાજ મહેલ કોણે બનાવ્યું તેનું પહેલા રિસર્ચ કરો. યુનિવર્સિટી જાઓ. પીએચડી કરો અને પછી કોર્ટમાં આવો. રિસર્ચ કરવાથી કોઈ રોકે ત્યારે અમારી પાસે આવજો. તમે કહેશો તેમ ઈતિહાસ ભણાવવામાં નહીં આવે. આ મામલે જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેન્ચ સુનાવણી કરી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે આ અરજીની સુનાવણી ટાળીશું નહીં, તમે તાજ મહેલના 22 રૂમની જાણકારી કોની પાસે માંગી? 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube