Lemon Price Rise: પેટ્રોલ ડીઝલની જેમ લીંબુના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લીંબુ હવે સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે. આવામાં લીંબુના વધતા ભાવ અટકાવવા માટે વારાણસીમાં રહેતા એક વ્યક્તિએ અજીબોગરીબ ચીજ અજમાવી. તેણે આદિશક્તિના મંદિરમાં તંત્ર પૂજા કરતા લીંબુની બલિ ચડાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસીના ચંદવા છિત્તૂપુરનો રહીશ આ વ્યક્તિ મંગળવારે બીર બાબા મંદિર પહોંચ્યો અને અહીં માતા દુર્ગાની પ્રતિમા સામે તંત્ર વિદ્યાના સહારે લીંબુની બલિ ચડાવી. વ્યક્તિએ વધતી મોંઘવારી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જો સરકાર ભાવ નીચા લાવવા માટે કઈ ન કરે તો પછી તંત્ર-મંત્રના સહારે જ મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. 


વ્યક્તિએ આશા વ્યક્ત કરી કે લીંબુની બલિ ચડાવ્યા બાદ કદાચ મોંઘવારી પર કાબૂ આવી જાય. તેણે વધુમાં કહ્યું કે જ્યારે સરકારની નીતિઓ ફેલ જાય છે ત્યારે માતા રાણી જ કોઈ ચમત્કાર કરી શકે છે. આથી હું લીંબુની બલિ ચડાવવા માટે આવ્યો છું. તંત્ર પૂજા કરનારા આ વ્યકિતએ કહ્યું કે એક લીંબુ 15 રૂપિયાનું વેચાઈ રહ્યું છે અને સરકાર કઈ પણ બોલવા માટે તૈયાર થી. આવી વિકટ સ્થિતિમાં માતા ભગવતી જ એક સહારો છે. 


How To Reduce Electricity Bill: જો વિજળી બિલ મસમોટું આવતું હોય તો ઓછું કરવા આ જબરદસ્ત Tips ખાસ અજમાવો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube